વડોદરામાં દહેજ માટે ત્રાસ:'તારે આત્મહત્યા કરવી હોય તો કર, પણ પિયરમાંથી રૂપિયા લાવવા પડશે' તેમ કહેતા પતિ સામે પ્રેમલગ્ન કરનાર યુવતીની પોલીસ ફરિયાદ

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વડોદરાના યુવાન સાથે પ્રેમલગ્ન કર્યાં બાદ યુવતીને ભારે પસ્તાવો થયો
  • પરિણીતાએ પતિ સહિત સાસરીયા સામે પોલીસ ફરિયાદ નોંધાવી

તારે આત્મહત્યા કરવી હોય તો કર, પરંતુ, પિયરમાંથી દહેજ પેટે રૂપિયા લાવવા પડશે. તેમ જણાવી ત્રાસ આપતા પતિ સહિત સાસરીયાએ સામે પરિણીતાએ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પ્રેમલગ્ન કર્યાં બાદ પસ્તાયેલી પરિણીતાએ ફરિયાદમાં એવો પણ આક્ષેપ કર્યો છે કે, સાસરીયાઓને માત્રને માત્ર મારા પિતાની મિલકત અને રોકડ રકમમાં જ રસ હતો.

લગ્ન બાદ સાસરીયાએ ત્રાસ આપવાનું શરૂ કર્યું
વડોદરાના મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ પ્રમાણે સંગીતા(નામ બદલ્યું છે)એ વર્ષ-2018માં વડોદરાના ન્યુ વીઆઇપી રોડ પર રહેતા વૈભવ શર્મા સાથે પ્રેમ લગ્ન કર્યું હતું. પ્રેમ લગ્ન કરતા સંગીતાએ તેના પરિવારજનોએ સબંધો કાપી નાખ્યા હતા. પતિ વૈભવના ભરોસે સાંસારીક જીવવા માટે પતિ ગૃહે આવેલી સંધ્યાને લગ્ન બાદ તુરંત જ પતિ, સાસુ અને સસરાએ પિયરમાંથી દહેજ લઇ આવવા માટે દબાણ કરીને ત્રાસ આપવાનું શરૂ કરી દીધું હતું.

લગ્ન બાદ પતિ, સાસુ અને સસરાએ પિયરમાંથી દહેજ લઇ આવવા માટે દબાણ કરીને ત્રાસ આપવાનું શરૂ કરી દીધું(પ્રતિકાત્મક તસવીર)
લગ્ન બાદ પતિ, સાસુ અને સસરાએ પિયરમાંથી દહેજ લઇ આવવા માટે દબાણ કરીને ત્રાસ આપવાનું શરૂ કરી દીધું(પ્રતિકાત્મક તસવીર)

પરિવાર ચઢામણીથી પતિ મારઝૂડ કરતો હતો
સંગીતાએ પ્રેમલગ્ન કર્યા હોવાથી તેના માટે ત્રાસ સહન કરવા સિવાય બીજો કોઇ વિકલ્પ ન હતો. સંગીતા નોકરી પણ કરતી હતી. નોકરીના પગારમાંથી કરેલી 5 લાખ રૂપિયાની બચત પણ પતિએ વિવિધ બહાના બતાવીને લઇ લીધી હતી અને તે રકમમાંથી ઘરમાં એ.સી. સહિતની સુવિધા કરી હતી. આટલેથી પણ સાસરીયાઓને સંતોષ ન થતાં તેઓ મહેણા અને ટોણા મારીને ત્રાસ આપતા હતા અને પતિની ચઢામણી કરતા હતા. પતિ તેના પરિવારજનોની ચઢામણીથી મારઝૂડ કરતા હતા.

પરિણીતાને ઘરમાંથી કાઢી મૂકી
સાસરીયાઓના ત્રાસથી બચવા માટે મહિલા સુરક્ષા માટે સરકારી હેલ્પલાઇનનો ઉપયોગ પણ સંગીતાએ કર્યો હતો. આમ છતાં, પતિ અને સાસરીયાઓમાં કોઇ સુધારો આવ્યો ન હતો. પતિ જણાવતો હતો કે, તારે આત્મહત્યા કરવી હોય તો કર. અમને કોઇ ફરક પડશે નહીં. અમારા ઘરમાં રહેવું હોય તો તારા પિયરમાંથી રૂપિયા લાવવા પડશે. સંગીતાએ પતિ સહિત સાસરીયાઓની માંગ ન સ્વિકારતા સંગીતાને ઘરમાંથી કાઢી મૂકી હતી.

પરિણીતાએ પતિ સહિત સાસરીયા સામે પોલીસ ફરિયાદ નોંધાવી(પ્રતિકાત્મક તસવીર)
પરિણીતાએ પતિ સહિત સાસરીયા સામે પોલીસ ફરિયાદ નોંધાવી(પ્રતિકાત્મક તસવીર)

પરિણીતાએ પોલીસ ફરિયાદ નોંધાવી
ઘરમાંથી કાઢ્યા બાદ નિસહાય પરિણીતા સંગીતાએ મહિલા પોલીસ મથકમાં જઇ પતિ વૈભવ શર્મા, સાસુ અને સસરા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.