તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અન્યાય થતા અરજ:ડેસરના ભાટપુરામાં ગર્ભવતી પત્ની માટે મંડળીમાંથી વેચાતું દૂધ ન મળતાં પતિએ PM-CMને પત્ર લખ્યો

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
મંડળીએ દૂધ ન આપતાં યુવકે વડાપ્રધાન અને મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. - Divya Bhaskar
મંડળીએ દૂધ ન આપતાં યુવકે વડાપ્રધાન અને મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે.
  • વડાપ્રધાનને પત્ર લખીને યુવકે કહ્યું કે, અન્યાય થઈ રહ્યો છે માટે પત્ર લખ્યો છે

વડોદરાના ડેસર તાલુકાના ભાટપુરાની મંડળીમાં ગર્ભવતી પત્ની માટે ગામની દૂધ ઉત્પાદક મંડળીમાં રૂપિયા 20નું દૂધ લેવા ગયેલા ખેતમજૂરને દૂધ ન આપ્યું ન હોવાનો આક્ષેપ કરાયો છે. દૂધ ન મળતાં યુવકે વડાપ્રધાન અને મુખ્યમંત્રીને પત્ર લખતા ચકચાર મચી ગઇ છે. સ્થાનિક ધારાસભ્ય અને ડેરીના ડિરેક્ટરને ફોન કરી મંડળીમાંથી દૂધ અપાવવા રજૂઆત કરી હતી.પરંતુ તેમ છતાં કોઈ ઉકેલ ન આવતાં મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રીને પત્ર લખાયો છે.બીજી તરફ ડેરીના પ્રમુખે કહ્યું કે,સભાસદોને જ દૂધ અપાય છે. પરંતુ તેમ છતાં તેમના ઘરની સ્થિતિ જોઈને અમે વ્યવસ્થા કરી આપીશું.

મંત્રીએ દૂધ ન આપ્યાના આક્ષેપ
વડોદરાના ડેસરના મહયા ટેકરા ખાતે રહેતા મહેશભાઈ કિરણભાઈ પરમાર તા. 31 જુલાઈએ સાંજે નજીકના ભાટપુરા મંડળી (ડેરી)માં પોતાની ગર્ભવતી પત્ની હોવાથી રૂપિયા 20નું દૂધ લેવા માટે ગયો હતો. દરમિયાન મંડળીમાં દૂધનો વહીવટ કરતા મંત્રી તખતસિંહ પરમારે વેચાતું દૂધ આપવાથી નન્નો ભણ્યો હતો અને જણાવ્યું હતું કે, મંડળીમાંથી દૂધ લેવું હોય તો પોતાની ભેંસ લાવો અને દૂધ મંડળીમાં ભરો મંડળીના સભાસદ બન્યા પછી તમને દૂધ મળે, ત્યાં સુધી તમને દૂધ મળે નહીં, અને ભેસ લાવવાના રૂપિયા ન હોય તો પોતાની જમીન ગીરવે મૂકીને ભેંસ લાવો. તેવું જણાવતા નિરાશ થઇ ગયો હતો.

પત્રમાં કેમ દૂધ ન અપાય તેવા અન્યાય મુદ્દે ઘટતું કરવા રજૂઆત કરાઈ છે.
પત્રમાં કેમ દૂધ ન અપાય તેવા અન્યાય મુદ્દે ઘટતું કરવા રજૂઆત કરાઈ છે.

સ્પીડ પોસ્ટથી વેદના ઠાલવી
દૂધ ન મળતા ઉશ્કેરાયેલા મહેશ પરમારે સ્થાનિક ધારાસભ્ય, ડેરીના ડિરેકટર સહિત અનેક જગ્યાએ રજૂઆત કરી હતી. પરંતુ, ગામની મંડળીમાંથી દૂધ ન મળતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી ને અરજી લખીને સ્પીડ પોસ્ટ કરી પોતાની વેદના ઠાલવી હતી.

વડાપ્રધાનને નવી દિલ્હી ખાતે પત્ર લખાયો છે.
વડાપ્રધાનને નવી દિલ્હી ખાતે પત્ર લખાયો છે.

મંડળી દ્વારા અન્યાય થયાની રજૂઆત
અરજીમાં જણાવ્યા પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી સાહેબ તમારા ગરવી ગુજરાતમાં શું ડેરીઓ દૂધ વેચાતું નથી આપતી? ભાટપુરા મંડળી (ડેરી)ના મંત્રી વખતસિંહ પુનમભાઇ પરમાર મને એવું કહે છે કે, તમારી પાસે ભેસ હોય તો જ દૂધ મળે, અને ના હોય તો તમારી જમીન ગીરવે મૂકીને લાઓ.. પછી અમે દૂધ આપીશું... ભાટપુરાના બીજા ગ્રાહકોને દૂધ આપે છે, તો મને કેમ નહીં ? અને મારી પાસે ભેંસ હોત તો, હું ડેરી એ દૂધ લેવા જ કેમ ગયો હોત? તેવું જણાવી પોતાની વેદના ઠાલવી હતી. તે જ પ્રમાણે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને સ્પીડ પોસ્ટ દ્વારા અરજી કરી 20 રૂપિયાના દૂધની માંગણી કરી હતી.

પત્રમાં પોતાની ગરીબીનું પણ વર્ણન યુવકે કર્યું છે.
પત્રમાં પોતાની ગરીબીનું પણ વર્ણન યુવકે કર્યું છે.

સભાસદને જ દૂધ અપાય છે
ભાટપુરા મંડળી (ડેરી)ના પ્રમુખ રમેશભાઇ બારોટ સાથે ઉપરોક્ત બાબતે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે, અમો માત્ર સભાસદ હોય તેને જ દૂધ આપીએ છીએ. બીજા કોઇને આપતા નથી છતાં હવે મહેશને જરૂર છે. તો કાલથી રૂપિયા 30 લઈ મોકલજો. હું દૂધ અપાવીશ તેવો સંતોષકારક જવાબ આપ્યો હતો.