તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દહેજ માટે ત્રાસ:વડોદરામાં પતિ કાર ખરીદવા માટે પત્નીને પિયરમાંથી 4 લાખ રૂપિયા લાવવા દારૂ પીને શારીરિક-માનસિક ત્રાસ આપતો, મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ત્રીજા બાળક માટેનો ગર્ભ રહેતા ગર્ભપાત માટે સાસરિયાઓ દબાણ કરતા હોવાનો ફરિયાદમાં આક્ષેપ

વડોદરાની યુવતીના મહેસાણાના યુવક સાથે લગ્નના 12 વર્ષ બાદ સાસરીયા દ્વારા કાર ખરીદવા માટે પિયરમાંથી રૂપિયા 4 લાખ લાવવા માટે ત્રાસ આપતાં પતિ તથા સાસુ, સસરા સામે પરિણીતાએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

પતિ નશો કરીને શારીરિક અને માનસિક ત્રાસ આપતો હોવાનો પત્નીનો આક્ષેપ
વડોદરા શહેરના ન્યુ સમા રોડ ઉપર આવેલી સોસાયટીમાં રહેતી 33 વર્ષીય સપનાબેનના(નામ બદલ્યું છે) લગ્ન વર્ષ 2009માં મહેસાણામાં દિપક બળદેવભાઇ લિમ્બાચીયા(રહે, ખોડિયારનગર સોસાયટી, મોઢેરા રોડ, મહેસાણા) સાથે થયા હતા. સપનાબેને મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, લગ્ન જીવન દરમિયાન સંતાનમાં 11 વર્ષની પુત્રી અને 5 વર્ષનો પુત્ર છે. સાસરીયાઓની માગ પ્રમાણે પિતાએ લગ્ન સમયે રૂપિયા 1.11 લાખ રોકડા આપ્યા હતા. તેમ છતાં, સાસુ, સસરા પતિ દિપકને ચઢામણી કરતાં પતિ દારૂનો નશો કરીને શારીરિક અને માનસિક ત્રાસ આપતો હોવાનો આક્ષેપ કર્યો છે.

છેલ્લા ત્રણ વર્ષથી યુવતી પિયરમાં માતા-પિતા સાથે રહે છે
સપનાબેને ફરિયાદમાં એવો પણ આક્ષેપ કર્યો છે કે, ત્રીજા બાળક માટેનો ગર્ભ રહેતા ગર્ભપાત માટે સાસરિયાઓ દબાણ કરતા હતા. પતિએ જણાવ્યું હતું કે, કાર ખરીદવા પિયરમાંથી ચાર લાખ રૂપિયા લઇ આવજે અને અમે તેડવા આવીએ ત્યારે જ ઘરે પરત આવવાનું રહેશે. છેલ્લા ત્રણ વર્ષથી યુવતી પિયરમાં માતા-પિતા સાથે રહે છે. ફરિયાદના આધારે પોલીસે પતિ દીપક લીમ્બાચીયા, સસરા બળદેવભાઇ લિમ્બાચીયા અને સાસુ મંજુલાબેન લિમ્બાચીયા વિરૂદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...