શહેરના સયાજીગંજ વિસ્તારમાં રહેતી મુસ્લીમ પરિણીતાએ પોલીસમાં પોતાનો પતિ હિન્દુ યુવતી સાથે પ્રેમ સંબંધ ધરાવતો હોવાથી તે પોતાની અવગણના કરી માનસિક ત્રાસ ગુજારી રહ્યો હોવાની ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ આદરી હતી.
સયાજીગંજ વિસ્તારની પરિણીતાએ પોલીસમાં તેના પતિ અખ્તર હુસેન અકસરમિયા શેખ સામે ફરિયાદ નોંધાવી હતી કે તેના નિકાહ 2002માં અખ્તર સાથે થયા હતા. તેમને સંતાનમાં એક પુત્ર અને પુત્રી છે. 2012 સુધી અખ્તરે મહિલાને સારી રીતે રાખ્યા હતા પણ ત્યારબાદ અખ્તર 2013માં આજવા રોડ પર રહેતી હિન્દુ યુવતીના સંપર્કમાં આવ્યો હતો. ત્યારબાદ પતિના વાણી વર્તનમાં ફેરફાર આવ્યો હતો અને વારંવાર તકરાર કરવાની શરૂ કરી હતી. બાળકો સાથે પણ તેનું વર્તન બદલાયું હતું. આ હિન્દુ યુવતી પણ ગૃહિણી છે અને તેને પણ સંતાનમાં એક પુત્ર છે.
તેનો પતિ રોજ રાત્રે 11 વાગે ઘેરથી જતો હતો અને આ હિન્દુ યુવતી સાથે ફોન પર વાત કરવા જતો રહેતો હતો અને રાત્રે 1 વાગે ઘેર આવતો હતો. તેમને પ્રેમ સંબંધની જાણકારી 2 વર્ષ પહેલાં થઇ હતી. જેથી તેમણે હિન્દુ યુવતીને ફોન કરતાં તેણે જણાવ્યું હતું કે તે અને અખ્તર લીન ઇન રિલેશનમાં રહીએ છીએ અને અખ્તરે મારી માગમાં સિંદૂર ભર્યું છે.
અને એકબીજા સાથે રિલેશન રાખે છે. આ યુવતી પર વારંવાર તેમને મેસેજ કરી માનસિક ત્રાસ આપી છુટાછેડા આપી દેવા દબાણ કરે છે. તેનો પતિ હિન્દુ યુવતી ઉપર પૈસા પાણીની જેમ વાપરે છે. મારી અને અખ્તરની વચ્ચે તંુ આવી ગઇ તેવો આ યુવતી મેસેજ કરે છે. તેનો પતિ આ યુવતીને છોડવા તૈયાર નથી. જેથી તેમની માનસિક પરિસ્થિતિના કારણે માનસિક બીમારીનો ભોગ બની છે. પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ આદરી હતી.
પ્રેમિકાએ કહ્યું, તું અમારી વચ્ચે ખોટી આવી
મુસ્લીમ મહિલાએ આરોપ લગાવ્યો હતો કે હિન્દુ યુવતી ફોન કરીને તેના પતિને માય લવલી હસબન્ડ તરીકે સંબોધન કરે છે. અને તેમને જણાવે છે કે તું મારી અને અખ્તરની વચ્ચે આવી ગઇ. તેણે મુસ્લીમ મહિલાને જણાવ્યું હતું કે અખ્તર અને હું લીન ઇન રિલેશનશિપમાં રહીએ છીએ.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.