વડોદરામાં દહેજ માટે અત્યાચાર:'તું મને ગમતી નથી છૂટાછેડા આપી દે, નહીં તો જીવથી હાથ ધોવા પડશે' તેવી ધમકી આપીને પતિએ પત્નીને ઘરમાંથી કાઢી મૂકી

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પરિણીતાએ પતિ સામે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

આણંદમાં માતા સાથે પિયરમાં રહેતી 33 વર્ષીય પરિણીતાને લગ્નના 14 વર્ષ દરમિયાન પતિએ શારીરિક માનસિક ત્રાસ આપી ઘરમાંથી કાઢી મૂકતા મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે. ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે, પતિ દહેજ પેટે સ્કૂટરની માગ કરતો હતો. તેમજ 'તું મને છૂટાછેડા નહીં આપે અને ફરીથી મારા ઘરે આવીશ તો જીવથી હાથ ધોવા પડશે' તેવી ધમકી આપી ઘરમાંથી કાઢી મૂકી હતી.

પરિણીતા ખાનગી સ્કૂલમાં શિક્ષક છે
આણંદની 33 વર્ષીય પરિણીતાના વર્ષ-2007માં વડોદરાના વાઘોડિયા રોડની સોસાયટીમાં રહેતા પ્રિંકલકુમાર સાથે લગ્ન થયા હતા. લગ્નબાદ પરણિતા સંયુક્ત પરિવારમાં રહેવા આવી હતી. 2012માં પતિ પ્રિંકલે વાઘોડિયા રોડ ઉપર બીજુ મકાન લીધુ હોવાથી પરિણિતા દીકરી સાથે ત્યાં રહેવા ગઇ હતી. પ્રિંકલ ખાનગી કંપનીમાં એકાઉન્ટ વિભાગમાં નોકરી કરવાની સાથે ઇન્સ્ટિટ્યૂટ અને સ્કૂલમાં શિક્ષક તરીકે કામ કરે છે.

પતિએ લગ્નના 7 વર્ષ બાદ ઝઘડા શરૂ કર્યાં
દરમિયાન લગ્નના 7 વર્ષ બાદ પતિએ નાની-નાની વાતમાં ઝઘડા કરવાનું શરૂ કર્યું હતું અને ઘર ખર્ચ માટે ઓછા રૂપિયા આપીને હિસાબ માંગી તું ખોટી રીતે રૂપિયા વાપરી નાખે છે. તેમજ મારી ગાડીમાં બેસવાની તારી હેસિયત નથી તેમ કહી અવાર નવાર અપમાનિત કરતા હતા. તેમજ તું મારા ઘરના ખોટા રોટલા તોડે છે. તેમ જણાવી પતિ મારઝૂડ કરતો હતો.

પતિ પત્ની સાથે મારઝૂડ કરતો હતો
દરમિયાન-2014માં પરિણીતાના મોટાભાઇના લગ્ન હોવાથી છપાવેલી કંકોત્રીમાં પરણિતા અને તેના પતિનું નામ લખાયું ન હતું, ત્યારે પરણિતાના પિતાએ પ્રિંકલની માફી માગી હતી. તેમ છતાં તે વાતમાં પતિ અવારનવાર ઝઘડો કરી મારઝૂડ કરતો હતો. ત્યારબાદ પરણિતાના દિયરના લગ્ન વખતે તેના સાસરીમાંથી એક્ટિવા આપી હતી. ત્યારે તે વાતને ધ્યાનમાં લઇને પતિ પ્રિંકલે તું તો તારા ઘરેથી એક્ટિવા પણ લાવી નથી. તેમ જણાવી મહેણાં ટોણા મારતો હતો.

તું મને ગમતી નથી છૂટાછેડા આપી દે
આ ઉપરાંત તું મને ગમતી નથી છૂટાછેડા આપી દે અને મારા ઘરેથી નીકળી જા તેમ જણાવતો હતો. જેથી પરણીતાએ પોતાની સાથે થયેલ વર્તનની પિતાને વાત કરી હતી. ત્યારે પરિણીતાના માતાપિતા અને ભાઈભાભી પ્રિંકલને સમજાવવા માટે આવ્યા હતા. ત્યારે પ્રિંકલ માન્યો ન હતો અને તે રાત્રે 1:30 વાગ્યે પ્રિંકલના ભાઇએ પરિણીતાના માતા-પિતા અને ભાઇ-ભાભીને તેમના ઘરેથી નીકળી જવા જણાવી ઘરમાંથી કાઢી મૂક્યા હતા.

પત્નીને દીકરી સાથે પિયરમાં મૂકી આવ્યો
ગત 2 ઓક્ટોબરના રોડ પ્રિંકલ પરણીતાને અને તેની દીકરીને લઇ પહેરેલ કપડે પિયરમાં મૂકી આવ્યો હતો અને તું મને છૂટાછેડા નહીં આપે અને ફરીથી મારા ઘરે આવીશ તો જીવથી હાથ ધોવા પડશે તેવી ધમકી આપી હતી. જેથી પરિણીતાએ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં પતિ પ્રિંકલકુમાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે દહેજધારા અને ધાકધમકીની કલમ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

દહેજ ભૂખ્યા સાસરિયા વિરુદ્ધ ફરિયાદ
બીજી એક ફરિયાદમાં વડોદરા શહેરના છાણી જકાતનાકા પાસે રહેતી પરિણીતાને સુરતના સાસરિયાઓ દહેજ ઓછું લાવી છે. તારા પિતા ભિખારી છે. તેમ કહી ખુબ માનસિક અને શારીરિક ત્રાસ આપતા મામલે પરણીતાએ ફરિયાદ કરી હતી. પરંતુ તે વાતે સમાધાન થઇ જતા પરણીતાએ પછી તેની સાસરીમાં જતી રહી હતી. જોકે આટ્લેજ અટક્યું ન હતું. સમાધાન થઇ ગયા બાદ સાસરિયાઓએ ફરીથી પરણીતાને મારમારી ઘરમાંથી કાઢી મૂકી હતી. સમગ્ર મામલે પરણીતએ ફરી એક વાર સાસરિયાઓ વિરુદ્ધ મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બંને દીકરીઓને ઘર વેચી 20-20 લાખ આપ્યા છે
વડોદરા શહેરના છાણી જકાતનાકા પાસે રહેતી પરિણીતાના વર્ષ 2018માં દેવ ઉર્ફે રોહિત ગોપાલસિંઘ ચૌધરી(રહે ઓલપાડ સુરત) સાથે લગ્ન થયા હતા. લગ્ન બાદ પરિણીતા સુરત મારા સસરા ગોપાલસિંઘ ચૌધરી અને સાસુ સુમિત્રા ચૌધરી સાથે રહેતા હતા. આ દરમિયાન દેવ અને સાસુ સસરા, તારા પિતા તો ભિખારી છે. એવા મહેણાં-ટોણા મારી જણાવતા કે તારા પિતાએ ઘણું ઓછું દહેજ આપ્યું છે. અમે અમારી બંને દીકરીઓને ઘર વેચી 20-20 લાખ આપ્યા છે. તેમ જણાવી ઝગડો કરી દહેજ પેટે ત્રાસ આપતા હતા.

અન્ય સમાચારો પણ છે...