તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દહેજ માટે ત્રાસ:વડોદરામાં લવ મેરેજ બાદ પતિએ અંગતપળોના વીડિયો વાઇરલ કરવાની પત્નીને ધમકી આપી, જેઠે કહ્યું: 'તું જતી રહે નહીં તો તારા પર એસિડ ફેકીશ'

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પતિ અને સાસરીયાના ત્રાસથી ત્રસ્ત પરિણીતાએ પતિ, જેઠ સહિત 5 સામે પોલીસ ફરિયાદ નોંધાવી

વડોદરા શહેરમાં લવ મેરેજ કર્યાં બાદ પસ્તાયેલી પરિણીતાએ પતિ સહિત સાસરીયાઓ સામે ફરિયાદ નોધાવી છે. ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે, સાસરીયાઓની પિયરમાંથી મકાનની લોન ભરવા માટે નાણાંની માગ પૂરી ન કરતા પતિ અંગતપળોનો વીડિયો વાઇરલ કરવાની આપી ધમકી આપતો હતો. આ ઉપરાંત 'તું અહીંથી જતી રહે નહીં તો તારા ઉપર એસિડ ફેકીશ' તેવી ધમકી જેઠ આપતો હતો.

લવ મેરેજ બાદ સાસરીયાએ ત્રાસ આપવાનું શરૂ કર્યું
વડોદરાના ન્યુ વીઆઇપી રોડની 28 વર્ષિય સંગીતાએ(નામ બદલ્યું છે) વાઘોડિયા રોડ ઉપર ચિમનલાલ પાર્કમાં રહેતા રાકેશ કનુભાઇ મિસ્ત્રી સાથે વર્ષ 2018માં પ્રેમ લગ્ન કર્યાં હતા અને આંખોમાં સોનેરી સપના સાથે સાંસારીક જીવનની શરૂઆત કરી હતી, જોકે, લગ્નના થોડા જ સમયમાં સંગીતાના સપના દહેજ ભૂખ્યા મિસ્ત્રી પરિવારે ચકનાચૂર કરી નાખ્યા હતા. પ્રેમ લગ્ન કરીને આવેલી સંગીતાએ સાસારીક જીવન બરબાદ ન થાય તે માટે ત્રાસ સહન કરી રહી હતી. પરંતુ, પતિ સહિત સાસરીયાઓએ ત્રાસ આપવામાં માઝા મૂકતા સંગીતાને ન્યાય માટે પોલીસ મથકના દ્વાર ખખડાવવાની ફરજ પડી છે.

જેઠ ધમકી આપતો હતો કે, 'તું અહીંથી જતી રહે નહીં તો તારા ઉપર એસિડ ફેકીશ' (પ્રતિકાત્મક તસવીર)
જેઠ ધમકી આપતો હતો કે, 'તું અહીંથી જતી રહે નહીં તો તારા ઉપર એસિડ ફેકીશ' (પ્રતિકાત્મક તસવીર)

લગ્ન રજીસ્ટર કરવા માટે જેઠ પિયરમાંથી લઇ આવવા દબાણ કરતો હતો
સંગીતાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, પ્રેમ લગ્ન બાદ પતિ રાકેશ લગ્ન રજીસ્ટર કરાવતો ન હતો અને જેઠ લગ્ન રજીસ્ટર કરવા માટે મકાનની બાકી લોનના હપ્તાની રકમ પિયરમાંથી લઇ આવવા દબાણ કરતા હતા.

શારીરિક અને માનસિક ત્રાસ આપી સાસરીયાએ પરિણીતાને ઘરમાંથી કાઢી મૂકી
આઠ મહિના અગાઉ પત્નીએ લગ્ન રજીસ્ટર માટેની વાતચીત કરતા પતિએ જણાવ્યું હતું કે, 'ઘરની લોન ભરપાઈ કરવા માટે પિયરમાંથી રૂપિયા લઇ આવ ત્યાર બાદ જ લગ્ન રજીસ્ટર કરાવીશ'. લોનના રૂપિયા ભર્યા બાદ જ આ મકાનમાં રહેવાનું તેવું જેઠ મુકેશભાઇ મિસ્ત્રી જણાવતો હતો. ત્યાર બાદ શારીરિક અને માનસિક ત્રાસ આપી સાસરીયાએ પરિણીતાને ઘરમાંથી કાઢી મૂકી હતી.

લવ મેરેજ કર્યાં બાદ પસ્તાયેલી પરિણીતાએ પતિ સહિત સાસરીયાઓ સામે ફરિયાદ નોધાવી(પ્રતિકાત્મક તસવીર)
લવ મેરેજ કર્યાં બાદ પસ્તાયેલી પરિણીતાએ પતિ સહિત સાસરીયાઓ સામે ફરિયાદ નોધાવી(પ્રતિકાત્મક તસવીર)

પતિએ પત્નીને કહેતો કે, તારો અંગત પળોનો વીડિયો વાઇરલ કરી દઈશ
ફરિયાદમાં આક્ષેપ કરાયો છે કે, પતિએ પત્નીને જણાવ્યું હતું કે, તારો અંગત પળોનો વીડિયો વાઇરલ કરી દઈશ. તેમજ જેઠ એસિડ ફેંકવાની ધમકી આપતો હતો. પતિ અને સાસરીયાના ત્રાસથી ત્રસ્ત થઇ ગયેલી પરિણીતા સંગીતાએ પાણીગેટ પોલીસ મથકમાં પતિ, જેઠ સહિત પાંચ વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...