ઘરેલુ હિંસા:વડોદરામાં પતિએ 3 વાર તલાક બોલીને પત્નીને એસિડ એટેકની ધમકી આપી, પરિણીતાએ સાસરીયા સામે ફરિયાદ નોંધાવી

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પોલીસે ત્રણેય આરોપીઓ વિરૂદ્ધ ગુનો નોંધી ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં

વડોદરા શહેરના બાવામાનપુરા વિસ્તારમાં ઘરેલું ઝઘડાનો વિવાદ વકરતા રિસાયેલી પત્નીને પરત લાવવા તથા પોલીસ ફરિયાદ પાછી ખેંચવા 3 વાર તલાક બોલીએ એસિડ છાંટવાની ધમકી આપનાર પતિ સહિતના સાસરિયાઓ વિરુદ્ધ પરણિતાએ મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે .

પતિ ત્રીજી પત્ની લાવવાની પણ ધમકી આપતો હતો
વડોદરા શહેરના બાવામાનપુરા મહોલ્લામાં રહેતી પરિણીતાએ ફરિયાદ નોંધાવી હતી કે, પતિ વસીમશા દીવાન, સાસુ અફસાના દિવાન, નરગિશ પઠાણ સાથે અગાઉ ઝઘડો થયો હતો. જેથી હું અને મારા પતિ વસીમશા દિવાન ભાડાના મકાનમાં અલગ રહેવા ગયા હતા. જ્યાં 15 દિવસ બાદ વશીમશા મને છોડીને જતો રહ્યો હતો. સાસુ અને નણંદની ચડામણીથી પતિ અવારનવાર શારીરિક અને માનસિક ત્રાસ આપતો હતો. પતિ ત્રીજી પત્ની લાવવાની પણ ધમકી આપતો હતો.

પતિએ એસિડ છાંટી ચહેરો ખરાબ કરવાની ધમકી આપી
આ ઉપરાંત પોલીસ ફરિયાદ પાછી ખેંચવા તથા પરત ઘરે જવાનો ઇનકાર કરતાં પતિએ એસિડ છાંટી ચહેરો ખરાબ કરવાની ધમકી આપી હતી. ત્યારબાદ પતિ ત્રણ વાર તલાક બોલીને જતો રહ્યો હતો. ફરિયાદના આધારે પોલીસે ત્રણેય આરોપીઓ વિરૂદ્ધ સ્ત્રી અત્યાચારની કલમ હેઠળ ગુનો નોંધી તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં છે.

અન્ય સમાચારો પણ છે...