તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધમકી:માર માર્યાની ફરિયાદ કરનાર પત્નીને જાનથી મારી નાખવા પતિની ધમકી

વડોદરા7 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • 2 પરિણીતાની પતિના અત્યાચાર સામે પોલીસમાં ફરિયાદ

શહેરના મહેતા પોળ વિસ્તાર તથા નિઝામપુરા વિસ્તારમાં રહેતી 2 પરિણીતાઓએ પતિ અને સાસરિયાના અત્યાચારથી કંટાળી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

મહેતા પોળમાં રહેતી મહિલાએ પતિ પૌમીલ રમેશચન્દ્ર બ્રહ્મભટ્ટ સામે ફરિયાદ નોંધાવી હતી કે, તેમના લગ્ન 2008માં થયા હતા અને સંતાનમાં તેમને 1 બાળક છે. છેલ્લાં 5 વર્ષથી પતિ નાની-નાની બાબતોમાં મારઝૂડ કરી શારીરિક-માનસિક ત્રાસ આપતો હતો. તેણે ઝઘડો કરી મારઝૂડ કરતાં મહિલાએ પોલીસમાં ફરિયાદ કરી હતી. જેથી પતિએ ઉશ્કેરાઇ જઇ તેં મારી સામે ફરિયાદ કેમ કરી તેમ કહી મારી નાંખવાની ધમકી આપી હતી. બીજી તરફ હાલ સુરત રહેતી પરિણીતાએ નિઝામપુરામાં રહેતા પતિ રેહાનખાન ડાહ્યાભાઇ પઠાણ સહિતના સાસરિયા સામે ફરિયાદ કરી હતી કે, તેમના લગ્ન 2019માં થયા હતા.

લગ્ન બાદ પતિ અને સાસરિયાએ દહેજના મામલે બોલાચાલી કરી મારામારી કરી હતી. પતિએ તલાક આપવાની માંગ કરી હતી અને શારિરીક માનસિક ત્રાસ આપ્યો હતો. પોલીસે બંને મામલે ગુનો નોંધી તપાસ શરુ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો