મહિલા દિવસ પહેલા જ મહિલાની હત્યા:વડોદરાના કણભા ગામમાં ઝઘડો થતાં પતિએ તિક્ષ્ણ હથિયારના ઘા મારી પત્નીને મોતને ઘાટ ઉતારી, આરોપી પતિ ઝડપાયો

વડોદરા5 મહિનો પહેલા
કણભા ગામમાં પતિએ પત્નીને તિક્ષ્ણ હથિયારના ઘા  મારી મોતને ઘાટ ઉતારી દીધી હતી - Divya Bhaskar
કણભા ગામમાં પતિએ પત્નીને તિક્ષ્ણ હથિયારના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધી હતી
  • આવતીકાલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે, તે પહેલા આજે મહિલાની હત્યા થતાં સનસનાટી વ્યાપી ગઇ

આવતીકાલે 8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પહેલા આજે વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કણભા ગામમાં પતિએ પત્નીને તિક્ષ્ણ હથિયારના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધી હતી. ખોબલા જેવડા ગામમાં બનેલા બનાવને પગલે કરજણ પંથકમાં સનસનાટી મચી ગઇ હતી. પોલીસે હત્યારા પતિની અટકાયત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ઝઘડો થતાં પતિએ પત્નીની હત્યા કરી
આ બનાવની વિગત એવી છે કે, વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કણભા ગામમાં રહેતા રઘુવીરસિંહ મગનસિંહ પરમાર પત્ની રંજનબેન અને દીકરી સાથે રહે છે અને પોતાનું ગુજરાન ચલાવે છે. આજે બપોરના સમયે પતિ-પત્ની વચ્ચે કોઈક કારણસર ઝઘડો થતાં આક્રોશની સીમા ઓળંગી ગયેલા પતિએ પત્ની ઉપર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરી મોતને ઘાટ ઉતારી ફરાર થઈ ગયો હતો.

કરજણ પોલીસને થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી
કરજણ પોલીસને થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી

ગામ લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા
દરમિયાન આ બનાવની જાણ ગામમાં થતા ગામ લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. બીજી બાજુ આ બનાવની જાણ કરજણ પોલીસને થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને લાશનો કબજો લઇ પોસ્ટમોર્ટમ માટેની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે હત્યારા પતિની અટકાયત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી
પોલીસે હત્યારા પતિની અટકાયત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી

પોલીસે આરોપી પતિની અટકાયત કરી
તો બીજી તરફ કરજણ પોલીસની બીજી ટીમે ફરાર થઈ ગયેલા પતિ રઘુવીરસિંહ પરમારને શોધી કાઢીને તેની અટકાયત કરી હતી અને આરોપી પતિને પોલીસ મથકમાં લઈ જવાયો હતો. પતિએ પત્નીને કયા કારણોસર મોતને ઘાટ ઉતારી તેનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. પરંતુ ગૃહ કલેશના કારણે પતિએ પત્નીની હત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. અત્રે કરજણ પોલીસે પત્નીને મોતને ઘાટ ઉતારી દેનાર પતિ સામે હત્યાનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પહેલા જ બનેલા આ બનાવે ચકચાર જગાવી મૂકી છે.

અન્ય સમાચારો પણ છે...