વડોદરા શહેરની સયાજી હોસ્પિટલના સર્જરી વિભાગમાં નર્સ તરીકે ફરજ બજાવતી પત્નીને જાહેરમાં ચપ્પુ બતાવી લાફા ઝીંકી ઇજા પહોંચાડતા નર્સને સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, ઘર કંકાસના કારણે અલગ રહેતી પત્ની પાસેથી સંતાનો મેળવવા પતિએ હુમલો કર્યો હતો.
મારી નાખવાની ધમકી આપી
મૂળ પંચમહાલના રહેવાસી અને હાલમાં કિર્તિ મંદિર પાસે રહેતા 40 વર્ષીય ઈતલીબેન મીનેશભાઈ ડામોર સયાજી હોસ્પિટલમાં સ્ટાફ નર્સ તરીકે ફરજ બજાવે છે. તેમણે ફરિયાદ નોંધાવી હતી કે, 29 મેના રોજ હું સયાજી હોસ્પિટલના વોર્ડ બી1 સર્જરી વિભાગમાં નોકરી પર હતી. તે સમયે મારા પતિ મીનેશ પ્રતાપભાઈ પારગી (રહે. ખેડાપા, સંતરામપુર, મહીસાગર) એ મને અપશબ્દો મારા છોકરાઓ મને આપી દે તેમ કહી લાફા ઝીંકી દીધા હતા અને ચપ્પુ બતાવી તને મારી નાખીશ અને નોકરી પણ કરવાની દઉ તેવી ધમકી આપી નાસી છૂટ્યો હતો.
પત્નીએ પતિ સામે ફરિયાદ કરી
જોરથી લાફા માર્યા હોવાના કારણે મને અસહ્ય દુખાવો અને ચક્કર આવતા દાખલ થવાની ફરજ પડી હતી. મારો પતિ છેલ્લા બે મહિનાથી માનસિક ત્રાસ આપી રહ્યો છે. આ ફરિયાદના આધારે રાવપુરા પોલીસે આરોપી વિરૂદ્ધ મારામારી , ધાક-ધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.