તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચુકાદો:પત્નીનું મૃત્યુ થયા બાદ PSO અને માતાએ સહીની ઓળખ કરતાં પતિને 2 વર્ષની સજા

વડોદરા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પતિ સહિત 4 સાસરિયાં સામે શારીરિક-માનસિક ત્રાસની ફરિયાદમાં ચુકાદો
  • પ્રથમ પત્નીએ ઘર છોડતાં મુસ્લિમ યુવકે હિન્દુ યુવતી સાથે બીજા લગ્ન કર્યા હતા

હિન્દુ યુવતી સાથે બીજા લગ્ન કરનાર મુસ્લિમ યુવક પ્રથમ પત્નિને અસહ્ય ત્રાસ આપતો હોવાના કારણે પ્રથમ પત્નિએ બે બાળકી સાથે પતિનું ઘર છોડી દીધું હતું અને તેણે પતિ સહિતના ચાર સાસરીયાઓ સામે શારિરીક અને માનસિક ત્રાસ સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાવી હતી. આ અંગેનો કેસ અદાલતમાં ચાલી જતાં ન્યાયાધીશે આરોપીને બે વર્ષની કેદનો આદેશ કર્યો હતો.

કેસની વિગત એવી છે કે, રૂબીનાબીબીના લગ્ન આસીફ ઇકબાલ બોડીવાલા સાથે થયા હતા અને તેને સંતાનમાં બે દિકરી હતી. દરમિયાનમાં આસીફને એક હિન્દુ યુવતી સાથે પ્રેમ થતાં તેણે તેની સાથે લગ્ન કર્યાં હતા અ્ને પ્રથમ પત્નિ રૂબિનાને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. પતિ દહેજની માંગણી કરી મારઝુડ પણ કરતો હોય પતિના ત્રાસથી કંટાળી રૂબિનાએ પતિનું ઘર છોડી દીધું હતું અને તેણે પતિ સહિતના ચાર સાસરીયાઓ સામે શારિરિક માનસિક ત્રાસ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાવ્યો હતો.

ફરિયાદ નોંધાવ્યાં બાદ રૂબિનાનું મૃત્યું થયું એટલે આ અંગેનો કેસ અદાલતમાં ચાલવા પર આવતાં ફરિયાદ લેનાર પીએસઓ અને મૃતકની માતાએ સહી ઓળખી બતાવી હતી અને ટ્રાયલ ચાલી જતાં ન્યાયાધીશે સરકારી વકીલ પ્રણવ જોષીની દલીલને ગ્રાહ્ય રાખીને આરોપી આસીફ ઇકબાલને બે વર્ષની કેદ તેમજ રૂા.5 હજારનો દંડ ફટકાર્યો હતો. ન્યાયાધીશે અન્ય તમામ આરોપીઓને નિર્દોષ છોડી મુકવાનો આદેશ કર્યો હતો.આખા પ્રકરણમાં પોલીસની તપાસે મહ્ત્વનો ભાગ ભજવ્યો હતો.પોલીસે તપાસમાં વિવિધ મુદાઓ અને પાસાંઓને ચકાસ્યા હતા.પતિ સહિત સાસરીયાઓ સામે ફરિયાદ નોંધાઇ હતી.

બે પોલીસ અધિકારીની નિષ્કાળજીના લીધે અન્ય આરોપીઓ છૂટી ગયા
રૂબિનાએ નોંધાવેલી ફરિયાદમાં શારિરિક માનસિક ત્રાસ ઉપરાંત માર મારવો અને ધમકી આપવા સહિતના આક્ષેપો હતા. જો કે, ફરિયાદની તપાસ કરનાર બે પીએસઆઇએ આ કેસમાં 498ના આક્ષેપમાં લગ્ન નોંધણીના પ્રમાણપત્રની ચકાસણી કરી ન હતી. નિકાહનામુ મેળવ્યું ન હતું, ધર્મ ગુરૂનનું નિવેદન લીધું ન હતું, દહેજના આક્ષેપમાં બાઇકના કોઇ ડોક્યુમેન્ટ મેળવ્યા ન હતા.

પડોશીને નિવેદનો લીધા ન હતા. આમ, તપાસ અધિકારીએ તપાસમાં અનેક ક્ષતી રાખી હોય અન્ય આરોપીઓ નિર્દોષ છુટી ગયા હોવાનું જણાંતા ન્યાયાધીશે ચૂકાદાની નકલ ઉચ્ચ પોલીસ અધિકારીને મોકલી બન્ને તપાસ અધિકારી સામે યોગ્ય કાર્યવાહી કરવાનો આદેશ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...