તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વડોદરામાં નર્સની ફરજ નિષ્ઠા:પતિ સરહદ પર દેશની રક્ષા કરે છે, પત્ની 7 માસની દીકરીને સાથે રાખીને વેક્સિનેશનની કામગીરી કરી લોકોના જીવ બચાવે છે

વડોદરા3 મહિનો પહેલા
  • કારેલીબાગ વિસ્તારની ધનંજય સ્કૂલમાં દીકરીને સાથે રાખીને નર્સ વેક્સિનેશનની કામગીરી કરે છે
  • નર્સના પતિ જમ્મુ-કાશ્મીરમાં ઉરી ખાતે દેશની સરહદોની રક્ષા કરી રહ્યા છે
  • નર્સ કહે છે કે, મારા પતિ જિંદગીની પરવા કર્યાં વગર દેશની રક્ષા કરતાં હોય તો મારી દેશ માટે કંઇક કરવાની ફરજ બને છે

જૂન-2020માં કોરોનાની મહામારી પરાકાષ્ઠાએ હતી, તે સમયે વડોદરા મહાનગરપાલિકા દ્વારા સંચાલિત અર્બન હેલ્થ સેન્ટરમાં નર્સ તરીકે શિલ્પાબહેન વેગડ નોકરી લાગ્યા હતા. ગર્ભવતી હોવા છતાં તેઓએ કોરોનાની મહામારીમાં પોતાના અને આવનાર બાળકની ચિંતા કર્યાં વગર પડકારરૂપ નર્સની નોકરી 7 માસ સુધી કરી હતી. અને હાલ તેઓ સાત માસની દીકરી ક્રિસ્ટલ સાથે વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં ધનંજય સ્કૂલમાં વેક્સિનેશનની કામગીરી કરી રહ્યા છે. નોંધનીય બાબત એ છે કે, શિલ્પાબહેન નર્સના રૂપમાં સમાજની સેવા કરી રહ્યા છે અને તેમના પતિ કિશોરભાઇ જમ્મુ-કાશ્મીરમાં ઉરી ખાતે દેશની સરહદોની રક્ષા કરી રહ્યા છે.

હું મારા શિક્ષણનો ઉપયોગ કરીને સમાજની સેવા કરૂ છું
વડોદરાના વીઆઇપી રોડ પર રહેતા શિલ્પાબહેન વેગડે જણાવ્યું હતું કે, મારા પતિ પોતાની અને અમારી જિંદગીની પરવા કર્યાં વગર જો દેશની રક્ષા કરતાં હોય તો મારી પણ ફરજ બને છે કે, હું પણ મારા શિક્ષણનો ઉપયોગ કરીને સમાજની સેવા કરૂ છું. કોરોનાની પહેલી લહેર દરમિયાન હું પ્રેગ્નન્ટ હતી. સાત માસનો ગર્ભ હતો. મારે મારા આરોગ્યની કાળજી રાખવા સાથે આવનાર બાળકની પણ કાળજી રાખવાની હતી. પરંતુ, તે સમયે હાહાકાર મચાવી રહેલા કોરોનામા દર્દીઓને સેવા કરવી તેટલી જ જરૂરિયાત હતી. જેથી, મેં કોરોનાની પહેલી લહેર સમયે ભગવાન ઉપર મારી જાતને છોડી ફરજ બજાવી હતી.

નર્સના પતિ જમ્મુ-કાશ્મીરમાં ઉરી ખાતે દેશની સરહદોની રક્ષા કરી રહ્યા છે
નર્સના પતિ જમ્મુ-કાશ્મીરમાં ઉરી ખાતે દેશની સરહદોની રક્ષા કરી રહ્યા છે

નર્સ 7 માસની દીકરી સાથે વેક્સિનેશનની કામગીરી કરે છે
દરમિયાન શિલ્પાબેને બાળકીને જન્મ આપ્યા બાદ સરકાર દ્વારા મળવાપાત્ર વધુ રજાઓ લઈને ઘરે રહેવાના બદલે સાડા ત્રણ વર્ષની દીકરી ક્રિસ્ટલને સાથે રાખી કોરાનાની મહામારીમાં લોકોની સેવા કરવા માટે હાજર થઇ ગયા હતા. હાલમાં પોતાની 7 માસની દીકરી ક્રિસ્ટલ સાથે કારેલીબાગ વિસ્તારની ધનંજય સ્કૂલમાં વેક્સિનેશનની કામગીરી કરી રહ્યા છે.

પતિ જમ્મુ-કાશ્મીરના ઉરી ખાતે દેશની સરહદોની સેવા કરે છે
નર્સ શિલ્પાબહેન વેગડે જણાવ્યું હતું કે, મારા લગ્ન કિશોરભાઇ મકવાણા સાથે થયા છે. મારા પતિ ભારતીય આર્મીમાં છે અને હાલ જમ્મુ-કાશ્મીરના ઉરી ખાતે દેશની સરહદોની સેવા કરી રહ્યા છે. અહીં હું એકલી રહું છું. એકલા હાથે ઘર, બાળક અને નોકરી સંભાળી રહી છું. અગાઉ ડિલિવરીના સમયે મારા પરિવારજનો મારી સાથે હતા. પછી લોકોને પોતપોતાના કામ હોવાથી તેઓ જતા રહ્યા હતા.

વેક્સિનેશન સેન્ટર પર જ હાજર લોકો મારી બાળકીને સાચવવામાં કોઇ પ્રકારે મદદ કરતા હોય છે
વેક્સિનેશન સેન્ટર પર જ હાજર લોકો મારી બાળકીને સાચવવામાં કોઇ પ્રકારે મદદ કરતા હોય છે

વેક્સિનેશન સેન્ટર પર હાજર લોકો નર્સની બાળકીને સાચવવામાં મદદ કરે છે
શિલ્પાબહેને વધુમાં કહ્યું કે, મારી દિકરીનું નામ ક્રિસ્ટલ છે. ક્રિસ્ટલ આમ તો મારા વગર નથી રહેતી, પરંતુ, ક્યારેક આડોસ પાડોસવાળા પણ મારી દિકરીને સાચવે અને હું કામ કરતી હોઉં તેવું પણ બન્યું છે. જો તેવું શક્ય ન હોય ત્યારે વેક્સિનેશન સેન્ટર પર જ હાજર લોકો મારી બાળકીને સાચવવામાં કોઇ પ્રકારે મદદ કરતા હોય છે. જેને કારણે મારો સમય સારી રીતે નિકળી જાય છે. અને બાળકીને સાચવવાની સાથે સાથે નોકરી પણ સચવાઇ જાય છે.

નર્સ કહે છે કે, મારા પતિ જિંદગીની પરવા કર્યાં વગર દેશની રક્ષા કરતાં હોય તો મારી દેશ માટે કંઇક કરવાની ફરજ બને છે
નર્સ કહે છે કે, મારા પતિ જિંદગીની પરવા કર્યાં વગર દેશની રક્ષા કરતાં હોય તો મારી દેશ માટે કંઇક કરવાની ફરજ બને છે

હું શહેરના તમામ લોકોનું સ્વાસ્થ્ય સુનિશ્ચિત કરવાની કામગીરીમાં જોડાયેલી છું
શિલ્પાબહેને ઉમેર્યું કે, એકલે હાથે બધું સાચવવું મુશ્કેલી ભર્યું કામ તો છે, પરંતુ, હું માં છું અને બધું કોઇના ભરોસે ન મૂકી શકું. મારા ઘરના તમામ કામથી લઇને બાળકની જવાબદારી હાલ એકલે હાથે નિભાવી રહી છું. મારા પતિની રજાઓ અનિયમિત હોય છે. એક વાતનું ગર્વ છે કે, હું અને મારા પતિ પોતાની ક્ષમતા અનુસાર દેશ સેવા કરી રહ્યા છે. મારા પતિ બોર્ડરની સુરક્ષા સુનિશ્ચિત કરવાની કામગીરીમાં જોડાયેલા છે. અને હું શહેરના તમામ લોકોનું સ્વાસ્થ્ય સુનિશ્ચિત કરવાની કામગીરીમાં જોડાયેલી છું.

અન્ય સમાચારો પણ છે...