તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વડોદરાના સાવલી તાલુકાના પોઇચા-રાણીયા ગામની સીમમાં ખેત મજૂરી કરતા પરિણીત યુવાનને અન્ય ખેત મજૂરે માથામાં વાંસના બમ્બુનો ફટકો મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. પત્ની સાથે આડાસબંધ રાખતા હોવાની શંકામાં પતિએ ખેતરમાં આવેલા શખ્સને માથામાં વાંસના બમ્બુનો ફટકો મારી મોતને ઘાટ ઉતારી દીધો હોવાની વિગતો પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવી છે.
પરિવાર ખેત મજૂરી કરીને ગુજરાન ચલાવતું હતું
આ બનાવની વિગત એવી છે કે, પાદરા તાલુકાના ડભાસા ગામના વતની શનાભાઇ ફકાભાઇ નાયક (ઉ.વ.38) છેલ્લા પાંચ માસથી સાવલી તાલુકાના પોઇચા-રાણીયા ગામની સીમમાં જયેશભાઇ પટેલના ખેતરમાં પત્ની મંજુલાબહેન સાથે રહેતા હતા. અને ખેત મજૂરીનું કામ કરીને ગુજરાન ચલાવતા હતા. 2019માં કોરોનાની મહામારી શરૂ થતાં દંપતિ વતન ડભાસા ગામે જતુ રહ્યું હતું અને પાંચ માસ પહેલાં પુનઃ પોઇચા-રાણીયા ગામની સીમમાં જયેશભાઇ પટેલના ખેતરમાં રહેવા માટે આવી ગયું હતું. ખેત મજૂરી કરીને ગુજરાન ચલાવતું હતું.
આડાસંબંધના વહેમમાં અવાર-નવાર ઝઘડાઓ પણ થતા હતા
નાયક દંપતિ જે ખેતર માલિકના ખેતરમાં રહીને મજૂરી કામ કરતું હતું તેજ ખેતર માલિકના બીજા ખેતરમાં આણંદ જિલ્લાના રાસનોલ ગામનો વતની સંજય ઉદેસિંહ રાઠોડ પત્ની આશાબહેન સાથે રહેતો હતો અને ખેત મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. શનાભાઇ નાયક અને સંજય રાઠોડ અવાર-નવાર એકબીજાના ખેતરમાં જતા હતા અને મળતા હતા. જેમાં સંજયને એવી શંકા હતી કે, શનાને પત્ની આશા સાથે આડાસબંધ છે. જેના વહેમમાં સંજય મનોમન પિડાતો હતો. અવાર-નવાર બંને વચ્ચે ઝઘડાઓ પણ થતા હતા.
આડાસંબંધના વહેમમાં જીવલેણ હુમલો કર્યો
ગત તા.10 ફેબ્રુઆરીના રોજ સાંજના સમયે શનાભાઇ નાયક ખેતરમાં ગયો હતો. પોતાના ખેતરમાં ચક્કર લગાવ્યા બાદ તે સંજય રાઠોડના ખેતરમાં ગયો હતો. તે સમયે હાજર સંજય રાઠોડ અને શનાભાઇ વચ્ચે આશાબહેન સાથેના આડાસબંધના વહેમને લઇ ઝઘડો થયો હતો. ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા સંજયે ખેતરમાં પડેલો વાંસનો બમ્બુ શનાભાઇ નાયકના માથામાં મારી ફરાર થઇ ગયો હતો. લોહી લુહાણ થઇ ગયેલ શના ઘરે પરત ફરતા પત્ની મંજુલાબહેન પતિને લોહી લુહાણ જોઇ ચોંકી ઉઠી હતી. પતિને ઇજા થવાનું કારણ પૂછતા જણાવ્યું કે, સંજયે તેની પત્ની આશાબહેન સાથે મારો સંબધ હોવાનો વહેમ રાખી હુમલો કર્યો હોવાનું જણાવ્યું હતું.
ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું
મંજુલાબહેને 108 એમ્બ્યુલન્સ બોલાવી પતિ શનાને સયાજી હોસ્પિટલમાં લઇ ગઇ હતી. જ્યાં શનાનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મંજુલાબહેન નાયકે પતિ શના ઉપર જીવલેણ હુમલો કરી મોતને ઘાટ ઉતારનાર સંજય ઉદેસિંહ રાઠોડ સામે ભાદરવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ભાદરવા પોલીસે સંજય રાઠોડ સામે હત્યાનો ગુનો નોંધી તેની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.