તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Husband Harassed Wife For 8 Years In A Row After Love Marriage For Having Good Business In Vadodara,wife Said: He Is Superstitious, He Used To Do Black Magic

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઘરેલુ હિંસા:વડોદરામાં સારો બિઝનેસ હોવાનું કહીને પ્રેમ લગ્ન કર્યાં બાદ પતિએ સતત 8 વર્ષ સુધી પત્નીને ત્રાસ આપ્યો, પત્નીએ કહ્યું: તે અંધશ્રદ્ધાળુ છે, કાલા જાદુ કરતો હતો

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પત્ની અને દીકરીને ઘરમાંથી કાઢી મૂકતા મહિલા પોલીસ સ્ટશનમાં પતિ સામે ફરિયાદ નોંધાવી

વડોદરા શહેરમાં સારો બિઝનેસ હોવાનું જણાવીને પ્રેમલગ્ન કર્યાં બાદ પતિએ પત્નીને સુખી રાખવાને બદલે ત્રાસ આપવાની શરૂ કરી હતી. લગ્ન પૂર્વે સુખી રાખવાના પતિએ બતાવેલા સપનામાં ફસાયેલી યુવતીએ સમય જતાં સમુસુતરું થઇ જશે, તેવી આશાએ પતિનો ત્રાસ સહન કરી લગ્ન જીવન પસાર કરી રહી હતી, પરંતુ, પતિ દ્વારા ગળુ દબાવી હત્યા કરવાનો પ્રયાસ કરતા અને દીકરી સાથે ઘરમાંથી કાઢી મૂકતા પરિણીતાએ ન્યાય મેળવવા મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં પરિણીતાએ આક્ષેપ કરતા જણાવ્યું છે કે, પતિ અંધશ્રદ્ધા રાખીને કાલાજાદુ ટોણા કરાવતો હતો અને અવાર-નવાર પિયરમાંથી પૈસા મંગાવતો હતો.

પતિ અવાર-નવાર પત્નીને જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો
મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ પ્રમાણે વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં રહેતી મૈથલીબહેન(નામ બદલ્યું છે) ઓક્ટોબર-2012માં ભાટોવાસ, પાલરોડ, જોધપુર, રાજસ્થાનના વતની અભિષેક કપુરીયા સાથે પ્રેમલગ્ન કર્યાં હતા. લગ્નના 6 માસ બાદ પતિએ પત્નીને પિયરમાંથી પૈસા લઇ આવવા માટે દબાણ શરૂ કરીને શારીરીક માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. અવાર-નવાર પતિ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતી હતી, પરંતુ, પરિણીતા પોતાનું લગ્ન જીવન બગડે નહીં તે માટે ચુપચાપ પતિનો ત્રાસ સહન કરતી હતી. અને જેમતેમ લગ્ન જીવનના 8 વર્ષ પસાર કર્યાં હતા. 8 વર્ષના લગ્ન જીવન પછી પણ પતિનો ત્રાસ યથાવત રહેતા અને પત્ની તેની માસૂમ દીકરી સાથે ઘરમાંથી કાઢી મૂકી હતી.

પતિએ લગ્નના 6 માસ પછી ત્રાસ આપવાનું શરૂ કરી દીધું
મહિલા પોલીસ મથકમાં મૈથલીબહેને નોંધાવેલી ફરિયાદમાં પતિ સામે આક્ષેપ કરતા જણાવ્યું છે કે, પતિ અભિષેકે લગ્ન પહેલાં પોતાનો મોટો બિઝનેસ હોવાનું જણાવ્યું હતું અને લગ્ન બાદ સારી રીતે રાખવાની ખાત્રી આપી હતી, પરંતુ, સારો બિઝનેસ હોવાનું ખોટું બોલીને લગ્ન કરનાર પતિએ લગ્નના 6 માસ પછી ત્રાસ આપવાનું શરૂ કરી દીધું હતું.

લગ્ન જીવન બગડે નહીં તે માટે પત્ની ત્રાસ સહન કરતી હતી
ફરિયાદમાં જણાવ્યું છે કે, લગ્ન બાદ પતિ અભિષેકે લગ્ન જીવનનું એક પણ સુખ આપ્યું ન હતું. તેઓ પિયરમાંથી પૈસા મંગાવવા માટે જ વાત કરતા હતા. જો પૈસા લાવવાનો ઇન્કાર કરૂ તો મારઝૂડ કરતા હતા અને ત્રાસ આપતા હતા, પરંતુ, લગ્ન જીવન બગડે નહીં તે માટે ત્રાસ સહન કરતી હતી. મને એમ હતું કે, સંતાન થયા બાદ સાંસારીક જીવન સારૂ ચાલશે., પરંતુ, મારી આ આશાપણ ઠગારી નિવડી હતી.

પતિ તેની પત્ની પાસે પિયરમાંથી પૈસા મંગાવવા મારઝૂડ કરતો હતો
પતિ અભિષેક મારી સાથે તો ઠીક પોતાની માસૂમ દીકરી પૂજા(નામ બદલ્યું છે) સાથે પણ ખરાબ વર્તન કરતો હતો. પિતા તરીકેની કોઇ ફરજ નિભાવતો ન હતો. દીકરીના જન્મ દિને પણ પતિએ પિતા તરીકેની ભૂમિકા ભજવી ન હતી. પતિને એક માત્ર રસ પિયરમાંથી પૈસા મંગાવવામાં હતો. જે ઇચ્છા પૂર્ણ ન કરું ત્યારે મારઝૂડ કરતો હતો. એક દિવસ મારું ગળુ દબાવી મારી નાંખવાનો પ્રયાસ કર્યો હતો. તે બાદ અવાર-નવાર જાનથી મારી નાંખવાની ધમકી આપતો હતો.

પત્ની કહે છે કે, પતિ અંધશ્રદ્ધાળુ છે અને તે કાલા જાદુ કરતો હતો
પરિણીતાએ નોંધાવેલી ફરિયાદમાં પતિ સામે એવો પણ આક્ષેપ કર્યો છે કે, પતિ અંધશ્રદ્ધાળુ છે અને તે કાલા જાદુ કરતો હતો. વર્ષ-2019માં ઘરમાંથી દીકરી સાથે કાઢી મૂક્યા બાદ પિયરમાં માતા-પિતા સાથે રહેતી હતી. ઘરમાંથી કાઢી મૂક્યાના 6 માસ પછી પતિ મારી અને દીકરીની માફી માંગીને જોધપુર લઇ ગયો હતો. તે સમયે તેણે કહ્યું હતું કે, હવે તમને શાંતિથી રાખીશ. પતિ ઉપર વિશ્વાસ રાખીને સાસરીમાં ગઇ હતી, પરંતુ, પતિના સ્વભાવમાં કોઇ ફરક પડ્યો ન હતો. અને પિયરમાંથી પૈસા લઇ આવવા માટે જણાવી પુનઃ ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. પતિમાં ક્યારેય સુધારો નહીં થાય.

પત્નીએ પતિને સબક શિખવાડવા મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી
પરિણીતાએ પોતાની અને માસુમ દીકરીના ભવિષ્ય માટે તેમજ પતિને સબક શિખવાડવા માટે વડોદરા મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે અભિષેક કપુરીયા સામે દહેજ પ્રતિબંધક ધારા હેઠળ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

વધુ વાંચો