પરિણીતા પર અત્યાચાર:વડોદરામાં પતિએ પત્નીને વિદેશ જવા પરીક્ષાની તૈયારી કરવા દબાણ કર્યું, પુત્રી મારી નથી કહીને ઘરમાંથી કાઢી મુકી

વડોદરા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
મહિલા પોલીસ સ્ટેશન (ફાઇલ તસવીર) - Divya Bhaskar
મહિલા પોલીસ સ્ટેશન (ફાઇલ તસવીર)
  • પરિણીતાએ વડોદરા મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

વડોદરા શહેરના સોમા તળાવ વિસ્તારમાં રહેતી પરિણીતાએ પતિ અને સાસરીયાએ વિદેશ જવા પરીક્ષાની તૈયારી કરવા દબાણ કરી તેમજ જન્મેલી પુત્રી બીજા કોઇનું સંતાન છે તેવા આક્ષેપ કરતા મહિલાએ પતિ સહિત સાસરીયાઓ સામે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

સાસુ મ્હેણા મારતી હતી
પરિણિતાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, તેના લગ્ન જાન્યુઆરી 2019માં અમીન પરીક્ષીત કુંજબિહારી (રહે. રત્નદીપ ગ્રીન્સ, સોમા તળાવ પાસે, વડોદરા) સાથે થયા હતા. લગ્નમાં પિતાએ છ તોલા સોનું ભેટમાં આપ્યું હતું. લગ્ન બાદ પતિ અને સાસુ તથા નણંદે ત્રાસ ગુજારવાનુ શરુ કર્યું હતું. સાસુ મીનાબેન પણ પોતાના પુત્રનું ઉપરાણું લઇને કહેતા કે, મારો પુત્ર આવો જ છે, તું સુધરી જા, તારામાં જ ખામી છે, મારે મારા છોકરાને કાંઇ જ કહેવાની જરૂર નથી. સાથે નણંદ દિવ્યાંગીની પણ કહેતી કે તું મારા ભાઇને લાયક નથી, તેને તો આ ઘરમાં રાખવાની જ નથી.

પતિએ પત્ની સાથે મારઝુડ કરી
પરિણિતાના કાકા સસરાનો દિકરો લંડન રહેતો હતો તેથી પતિ પરીક્ષીતે પણ વિદેશ જવાની જીદ કરી હતી. સાથે પરિણીતા વિદેશ જવા ઇચ્છતી ન હતી છતાં તેને IELTSના ક્લાસમાં અભ્યાસ કરવા દબાણ કર્યું હતું. સાથે પતિએ કહ્યું હતુ કે, હું તને આવનાર બાળક માટે વિદેશ જવા દબાણ કરુ છું, જો તારે વિદેશ જવાની કોઇ ઇચ્છા ન હોય તો હું તને બાળક પણ નહીં આપું. વિદેશ જવાની જીદને કારણે પતિ સહિતના સાસરીયાઓએ ઓક્ટોબર 2020માં મારઝૂડ કરી હતી અને ઘરમાંથી કાઢી મુકતા પરિણાતા પિયર ગઇ હતી. જેના બે મહિના બાદ સમાધાન કરી સાસરીયા તેને ફરી તેડી ગયા હતા. પરિણીતા ગર્ભવતી થતાં ડિલિવરીનો ખર્ચ પર પિયરમાંથી આપવો પડ્યો હતો.

ચારિત્ર્ય પર શંકા કરી તેને ઘરમાંથી કાઢી મુકી
જાન્યુઆરી 2022માં પરિણિતાએ પુત્રીને જન્મ આપતા પતિ સહિત સાસુ અને નણંદે મ્હેણા-ટોણા માર્યા હતા. તેમજ હોસ્પિટલમાં જ ઝઘડો કર્યો હતો. જ્યાર બાદ પરિણિતાના ચારિત્ર્ય પર શંકા કરી તેને ઘરમાંથી કાઢી મુકી હતી. તેમજ નણદોઇએ પણ ધાક-ધમકી આપી છૂટાછેડા કરી લેવા દબાણ કર્યું હતું. સાથે જ સાસરિયાઓએ બાળકીના ડીએનએ ટેસ્ટની માંગણી કરી હતી. જેથી પરિણીતાએ વડોદરા મહિલા પોલીસ સ્ટેશનમાં પિયર પક્ષ સામે દહેજની માંગણી અને ત્રાસ ગુજાર્યાની ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...