ફરિયાદ:પતિએ બેંક મેનેજર પત્નીના ગાલે બચકાં ભર્યાં, ઇચ્છા વિરુદ્ધ શરીર સંબંધ બાંધ્યા

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • જૂના પાદરા રોડ પર રહેતી પરિણીતાની પતિ સામે ફરિયાદ
  • પત્નીનાં કપડાં ફાડી નાખીને જાનથી મારી નાખવાની ધમકી આપી

શહેરના જૂના પાદરા રોડ વિસ્તારમાં રહેતી મહિલા સાથે તેના પતિએ તેની ઇચ્છા વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યો હતો. આ ઉપરાંત પતિએ તેની સાથે મારપીટ કરીને તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. મહિલાએ આ અંગે તેના પાડોશમાં રહેતી અન્ય મહિલાને વાત કર્યા બાદ પોતાના પતિ વિરુદ્ધ જેપી રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

આ બનાવ અંગે પ્રાપ્ત થયેલી જાણકારી અનુસાર શહેરના જૂના પાદરા રોડ વિસ્તાર રહેતી હિના (નામ બદલ્યું છે) સરકારી બેંકમાં બ્રાન્ચ મેનેજર તરીકે નોકરી કરે છે. તેના પતિ હબીબુર રહેમાન ચૌહાણ શનિવારના રોજ સાંજના સમયે રાજસ્થાન ખાતેથી આવ્યો હતો. નોકરી પરથી સાંજે હિનાબેન ઘરે આવ્યાં ત્યારે હબીબુરે તેમની સાથે કોઈ વાતચીત કરી નહોતી.

થોડીવાર બાદ હિનાએ પોતાના પતિને પૂછ્યું હતું કે, તેઓ કેટલા સમય માટે ઘરે રોકાવાના છે. આમ પૂછતાં હબીબુર એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને હિનાને માર મારવા લાગ્યો હતો, જેના કારણે તે નીચે પટકાઈ ગઈ હતી. આ દરમિયાન હિનાનો દીકરો ગભરાઈ જતાં તે બીજા રૂમમાં જતો રહ્યો હતો.

હિના પણ ગભરાઈને ભાગવાનો પ્રયાસ કરતાં હબીબુરે તેને પકડીને તેનાં કપડાં ફાડી નાખ્યાં હતાં અને તેની સાથે ઈચ્છા વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યા હતા. આ ઉપરાંત પતિએ હિનાના ગાલ પર બચકાં ભરીને માર માર્યો હતો. ઉશ્કેરાયેલા પતિએ ધમકી પણ આપી હતી કે, જો આ વિશે કોઈને કહીશ તો તને જાનથી મારી નાખીશ. જેને પગલે ગભરાયેલી હિનાઅે આ અંગે કોઈને વાત કરી નહોતી.

જોકે થોડા સમય બાદ હિના તેના પાડોશમાં રહેતાં હસીનાબેનના ઘરે ગયાં હતાં અને સમગ્ર ઘટના જણાવતાં તેમણે ઓફિસના સ્ટાફના ભવાનીસિંગ અને પ્રવિણ જૈનને બોલાવીને ઘટના વિશે પોલીસ કંટ્રોલમાં જાણ કરી હતી. બાદમાં પોલીસની ગાડી આવતાં હિનાબેન જેપી રોડ પોલીસ સ્ટેશનમાં ગયાં હતાં અને પતિ હબીબુર રહેમાન ચૌહાણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...