તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોલીસની માનવતા:વડોદરામાં પતિનું મૃત્યુ થયુ, પુત્ર મેન્ટલ હોસ્પિટલમાં દાખલ, નિઃસહાય થયેલી વૃદ્ધાની મદદે શી ટીમ આવી, રહેવા-જમવાની વ્યવસ્થા કરી

વડોદરા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
વડોદરાના ફતેગંજ વિસ્તારમાં નિઃસહાય બનેલા વૃદ્ધાની 
શી ટીમે મદદ કરી - Divya Bhaskar
વડોદરાના ફતેગંજ વિસ્તારમાં નિઃસહાય બનેલા વૃદ્ધાની શી ટીમે મદદ કરી
  • પોલીસે વૃદ્ધાની મદદ કરતા તેઓ ભાવવિભોર થઇ ગયા અને શી ટીમનો આભાર માન્યો

વડોદરા શહેરમાં મહિલાઓ અને સિનિયર સિટીઝન્સની મદદ માટે દરેક પોલીસ સ્ટેશનોમાં શી ટીમ કાર્યરત છે અને શી ટીમ દ્વારા શહેરમાં મહિલાઓ અને વૃદ્ધોની મદદ કર્યાના અનેક કિસ્સા સામે આવ્યા છે. ત્યારે વડોદરાના ફતેગંજ પોલીસ સ્ટેશનની શી ટીમની માનવતાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં વડોદરાના ફતેગંજ વિસ્તારમાં નિઃસહાય બનેલા વૃદ્ધાની શી ટીમે મદદ કરી છે.

ફતેગંજ પોલીસની શી ટીમ વૃદ્ધાની વહારે આવી
વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં રહેતા ધર્મિષ્ઠાબેન ભાટિયા હાલ તેમના ઘરમાં એકલવાયુ જીવન જીવે છે. તેમના પતિ દિનેશભાઇનું 3 મહિના પહેલા મૃત્યુ થયું હતું. જ્યારે પુત્ર કારેલીબાગની મેન્ટલ હોસ્પિટલમાં દાખલ છે. ધર્મિષ્ઠાબેનની આજીવિકા માટેનું કોઇ સાધન ન હોવાથી તેઓ મુશ્કેલીમાં મૂકાઇ ગયા હતા અને વૃદ્ધશ્રમોમાં પણ તેમને જગ્યા મળતી ન હોવાથી ફતેગંજ પોલીસની શી ટીમ તેમની વહારે આવી હતી.

ધર્મિષ્ઠાબેનની આજીવિકા માટેનું કોઇ સાધન ન હોવાથી તેઓ મુશ્કેલીમાં મૂકાઇ ગયા હતા
ધર્મિષ્ઠાબેનની આજીવિકા માટેનું કોઇ સાધન ન હોવાથી તેઓ મુશ્કેલીમાં મૂકાઇ ગયા હતા

પોલીસે વૃદ્ધાની મદદ કરતા તેઓ ભાવવિભોર થઇ ગયા
ફતેગંજ પોલીસને સિનિયર સિટીઝન મહિલાની મુશ્કેલી અંગે માહિતી મળતા જ શી ટીમ મહિલાની મદદે દોડી ગઇ હતી અને વૃદ્ધ મહિલાને સખી વન સ્ટોપ સેન્ટરમાં મૂકી આવ્યા હતા. જ્યાં વૃદ્ધા માટે રહેવા અને જમવાની વ્યવસ્થા કરી હતી. પોલીસે વૃદ્ધાની મદદ કરતા તેઓ ભાવવિભોર થઇ ગયા હતા અને ફતેગંજ પોલીસની શી ટીમનો આભાર માન્યો હતો.

વૃદ્ધાએ ફતેગંજ પોલીસની શી ટીમનો આભાર માન્યો
વૃદ્ધાએ ફતેગંજ પોલીસની શી ટીમનો આભાર માન્યો
અન્ય સમાચારો પણ છે...