તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આત્મહત્યા:રિસાઈને પિયર જતી રહેલી પત્ની પરત ન આવતાં પતિનો આપઘાત

વડોદરા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • યુવક ફોન રિસીવ કરતો ન હોઇ પરિવારજનોએ મકાન ખોલી તપાસ કરી

જાંબુઆમાં રક્ષાબંધન પર રિસાઈને પિયરમાં ગયેલી પત્ની પરત ન આવતાં પરેશાન પતિએ ગળેફાંસો ખાધો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર શહેરના જાંબુઆ અંજલિ રેસિડેન્સીમાં રહેતા 30 વર્ષના મનોજ વિનોદ પટેલ રહેતો હતો. રક્ષાબંધન પર્વના દિવસે પત્ની રિસાઈને પિયર ચાલી ગઈ હતી અને પરત નહીં આવતાં તે પરેશાન રહેતો હતો. ગુરુવારે મનોજે કોલ રીસીવ ન કરતાં પરિવારજનોએ દરવાજો ખોલી જોતા મનોજ ગળેફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યો હતો. પોલીસે આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

પરિવાર સાથે ઝઘડો થતાં પત્નીની સાડી વડે પતિએ ફાંસો ખાઈ લીધો
વારસિયામાં પરિવાર સાથે ઝઘડો થયા બાદ બે સંતાનોના પિતાએ પત્નીની સાડી વડે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. શહેરના વારસિયા વિસ્તારમાં પાણીની ટાંકી પાસે 50 વર્ષના મુકેશભાઈ રામપ્રસાદ કહાર રહેતા હતા. પરિવારમાં પત્ની અને બે સંતાનો છે. છેલ્લા કેટલાક સમયથી તે કોઈક દિવસે માછીમારી કરવા જતા હતા. ગુરુવારે કોઈ કારણોસર પરિવાર સાથે ઝઘડો થયો હતો. ત્યારબાદ પરિવારના સભ્યો ઘરની બહાર બેઠા હતા તે સમયે તેઓએ પત્નીની સાડી વડે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. રાત્રે મુકેશભાઈને ગળેફાંસો ખાધેલી જોતા ચોંકી ઉઠ્યા હતા. તેઓને તાત્કાલિક સયાજી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં હાજર તબીબોએ તેઓને મૃત જાહેર કર્યા હતા.

બિલ-કલાલી રોડ પર રહેતી મહિલા રહસ્યમય રીતે ગુમ
બીલ કલાલી રોડ પર રહેતી મહિલા ઘરમાંથી ભેદી રીતે ગુમ થઈ જતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે. બીલ કલાલી રોડ પર રહેતા પ્રકાશકુમાર પરમારે પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે કે, તેઓની પત્ની સેજલબેન પરમાર (ઉ.વ.31) અને તેમનો 8 વર્ષનો દિકરો દેવ છેલ્લા બે વર્ષથી બીલ કલાલી રોડ પર રહે છે. જ્યારે તેમની સાસરી અમદાવાદમાં છે અને સસરા મનોજભાઈ રાઠોડ એક્ઝિક્યુટીવ મેજીસ્ટ્રેટ તરીકે જિલ્લા કલેક્ટર કચેરીમાં નોકરી કરે છે. તા. 1 સપ્ટેમ્બરના રોજ તેઓ સાંજે ઘરે આવતા ઘર લોક હતું. દરમિયાન તેમનો પુત્ર પણ ઘરે આવ્યો હતો. પત્નીનો મોબાઈલ અને ટુ-વ્હિલર ઘરે જ હતું. જ્યારે ઘરના ડ્રેસીંગ ટેબલ પર પત્નીના હસ્તાક્ષર વાળુ લખાણ પડ્યું હતું. જેમાં તેમને લખ્યું હતું કે, ‘હું એક આશ્રમમાં કિચન સ્ટાફમાં નોકરી કરવાની છું. મારે કાલથી ત્યાં જોઈન કરવાનું છે.’

પતિની પોલીસ સમક્ષ રજૂઆત હતી કે,તેમની પત્નિને આવી કોઈ નોકરી બાબતે ચર્ચા થઈ ન હતી. જ્યારે પતિ દ્વારા નજીકના આશારામ બાપુ અને બ્રહ્માકુમારી આશ્રમમાં તપાસ કરતા ત્યાંથી પણ તેમની પત્નિ બાબતે કોઈ જાણકારી મળી ન હતી.જેથી પતિએ પોતાની પત્નિને શોધી આપવા માંજલપુર પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...