કાર્યવાહી:છાણીની મહિલાને આપઘાત માટે પ્રેરનાર પતિ સામે ગુનો નોંધાયો,  5 ઓકટોબરે મહીમાં મોતનો ભૂસકો માર્યો હતો

વડોદરા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પતિ પૈસા મામલે તકરાર કરી ત્રાસ આપતો હોવાની ફરિયાદ

છાણીની 27 વર્ષીય લવ મેરેજ કરનારી પરિણીત યુવતીએ ગત 5 ઓકટોબરે સવારે સાત વાગે ઘેરથી એક્ટીવા લઇને નિકળ્યા બાદ ફાજલપુર ગામ પાસે મહિસાગર બ્રિજ પર જઇ એક્ટીવા મુકીને નદીમાં ઝંપલાવી આત્મહત્યા કરી લીધી હતી. યુવતીના પિતાની ફરિયાદના આધારે છાણી પોલીસે યુવતીના પતિ સામે આત્મહત્યાની દુષ્પ્રેરણા આપવાનો ગુનો નોંધી તપાસ આદરી હતી. જુના છાણી રોડ પર ઝેવીયરનગરમાં રહેતા ફ્રાન્સીસ માયકલ પરમારે છાણી પોલીસમાં વિજેન્દ્ર ચીમનભાઇ પરમાર (રહે, શ્રીનાથજી હાઇટસ, છાણી ગામ) સામે ફરિયાદ નોંધાવી હતી કે તેઓ એસઆરપીએફ ગૃપ-1માં એએસઆઇ તરીકે ફરજ બજાવે છે.

તેમની મોટી પુત્રી ફ્લાવીયા (ઉ.27) ના કોર્ટ માં લગ્ન 2014માં વિજેન્દ્ર સાથે થયા હતા. તેને બે સંતાન પણ છે. ગત 5 ઓકટોબરે ફ્લાવીયા તેના પતિને થોડીવારમાં આવું છું તેમ કહી એક્ટીવા લઇને નિકળી હતી ,આખો દિવસ તેને શોધવા છતાં મળી ન હતી. મોડી સાંજે ફ્લાવીયાની એક્ટીવા ફાજલપુર મહિસાગર નદી બ્રિજ પરથી મળી હતી જેમાં ચાવી અને મોબાઇલ ફોન હતો. જેથી પોલીસને જાણ કરાઇ હતી. પોલીસ તપાસમાં ફ્લાવીયા ઘેરથી જીએસએફસી બ્રિજ, પદમલા થઇ ફાજલપુરથી વાસદના બ્રિજ તરફ સિંગલ સવારીમાં જતી જોવા મળી હતી. પોલીસે તેના ફોનની તપાસ કરતાં તેની સાસુ સાથે વાત થયા બાદ કોઇ વોઇસ કોલ થયેલો ન હતો.

અઠવાડીયા બાદ 13 તારીખે ખંભાતના દરીયા કિનારેથી લાશ મળી હતી. તેમણે પોલીસને જણાવ્યું હતું કે તેમની પુત્રીએ લવ મેરેજ કર્યા હતા બે ત્રણ વર્ષ પહેલાં તેના પતિએ ઝઘડો કરી તેને ઘરમાંથી કાઢી મુકી હતી ત્યારબાદ સમાધાન થતાં પતિએ લેખીતમાં બાંહેધરી આપી હતી કે હું હવે ત્રાસ નહી આપું. ફ્લાવીયા કમાતી હતી ગુમ થયા પહેલા તે ટેન્શનમાં રહેતી હતી. ફ્લેટનું પજેશન લેવા ખુટતા પૈસાની પણ વાત થઇ હતી. અને નોકરી માટે મોડા આવવા તથા પૈસા બાબતે પતિ વિજેન્દ્રએ ઝઘડા કરી ત્રાસ આપ્યો હતો. જેથી તેમની પુત્રીએ આત્મહત્યા કરી લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...