તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Vadodara
 • Husband Called From Mumbai To Vadodara, Wife Beat Him Up With Strangers, Fled After Robbing 15 Thousand And Mobile, Husband Lodged A Complaint Against Wife

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હુમલો:પતિને મુંબઇથી વડોદરા બોલાવી પત્નીએ અજાણ્યા શખ્સો સાથે મળીને મૂઢ માર માર્યો, 15 હજાર અને મોબાઇલની લૂંટ ચલાવી ફરાર, પતિએ પત્ની સામે ફરિયાદ નોંધાવી

વડોદરા6 મહિનો પહેલા
 • કૉપી લિંક
ઇજાગ્રસ્ત પતિ - Divya Bhaskar
ઇજાગ્રસ્ત પતિ
 • બહેનપણીના જન્મદિવસની પાર્ટી કહીને પતિને વડોદરા બોલાવ્યો હતો
 • 8 વર્ષથી બંને વચ્ચે પ્રેમ સંબંધ હતો, 2 મહિના પહેલાજ લગ્ન કર્યાં હતા

મુંબઈના યુવાનને તેની પત્નીએ વડોદરા નજીકના ભાયલી ગામ વિસ્તારમાં બોલાવીને અજાણ્યા ઈસમો દ્વારા મૂઢ માર મારીને 15 હજાર રૂપિયા અને મોબાઈલ ફોનની લૂંટ ચલાવી હતી અને સ્થળ પરથી ફરાર થઇ ગયા હતા. પતીએ પત્ની સહિતના શખ્સો સામે વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

મુંબઈથી પતિ તેની પત્ની ઝોયાને લેવા માટે વડોદરા આવ્યો હતો
મુંબઈ ખાતે રહેતાં અરવિંદ રમેશ ડાંકે હોમગાર્ડમાં નોકરી કરે છે. તેઓનો છેલ્લા 8 વર્ષથી વડોદરાની ઝોયા પઠાણ નામની યુવતી સાથે પ્રેમ સંબંધ હતો. 2 મહિના પહેલાં જ અરવિંદે ઝોયા સાથે લગ્ન કર્યાં હતા. 2 મહિના લગ્ન ગાળા દરમિયાન પતિ પત્ની વચ્ચે થયેલી નજીવી બોલાચાલી બાદ પત્ની ઝોયા પતિને તરછોડી પરત વડોદરા આવી ગઈ હતી. બાદમાં પતિ અરવિંદે પત્ની ઝોયાને પરત એની પાસે મુંબઈ આવી જવા ખુબ જ સમજાવી હતી. દરમિયાન સોમવારે મોડી રાત્રે મુંબઈથી અરવિંદ તેની પત્ની ઝોયાને લેવા માટે વડોદરા રેલવે સ્ટેશન ખાતે આવી પહોંચ્યો હતો.

ભાયલી ગામથી ગોકુળપુરા તરફ જવાના માર્ગે અવાવરૂ જગ્યાએ પતિને માર માર્યો
પત્ની ઝોયાએ મારી બહેનપણીનો જન્મદિવસ હોવાથી પાર્ટી રાખી છે, તેમ કહી વડોદરા શહેરના છેવાડે આવેલા ભાયલી ગામથી ગોકુળપુરા તરફ જવાના માર્ગે અવાવરૂ અંધારપટ જગ્યાએ લઈ ગઈ હતી. જ્યાં અજાણ્યા ઈસમોને બોલાવી પત્ની ઝોયાએ પતિ અરવિંદને બરાબરનો મૂઢ માર માર્યો હતો, જેથી પતિ અરવિંદ અધમુવો થઈ જતા તે ઢળી પડ્યો હતો. જેથી ઝોયા અને સ્થળ પર આવેલા અજાણ્યા ઈસમો અરવિંદ પાસેથી 15 હજાર રોકડા અને એક મોબાઈલ ફોન ઝૂંટવી લઇને નાસી છૂટ્યા હતા.

પતિએ પત્ની સામે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી
આ અંગેના આક્ષેપ સાથે મુંબઈના હોમગાર્ડ જવાન અરવિંદ ડાંકેએ વડોદરા તાલુકા પોલીસ મથકે પત્ની ઝોયા અને અજાણ્યા ઈસમો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેને આધારે તાલુકા પોલીસે સમગ્ર બનાવ અંગેની આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો