તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પતિ પર હુમલો:જૂનાગઢમાં 6 મહિના પહેલા પત્નીએ ST કર્મચારી પતિને ઘરમાંથી કાઢી મૂક્યો, ઘરે પરત આવતા પત્‍નીએ માર માર્યો

જૂનાગઢ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

જૂનાગઢમાં ST વર્કશોપમાં નોકરી કરતા યુવાનને 6 માસ પૂર્વે તેની પત્‍નીએ ઘરની બહાર કાઢી મૂક્યો હતો, ત્‍યાર બાદ બે દિવસ પૂર્વે પતિ ઘરે આવતા પત્‍ની તથા એક શખસે તેને લાકડી વડે માર મારીને ઇજા પહોચાડી હતી. આ અંગે સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પતિએ પત્‍ની અને એક શખસ સામે ફરીયાદ નોંઘાવતા પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ઘરી છે.

સમાજમાં મોટાભાગે પતિ દ્વારા પત્‍નીને માર મારતા હોવાના કિસ્‍સાઓ બનતા જોવા મળે છે, ત્‍યારે જૂનાગઢમાં ઉલ્‍ટી ગંગા વહેતી હોવાની માફક પત્‍નીએ પતિને મારમાર્યની ઘટના બહાર આવી છે. જે અંગે પોલીસમાંથી પ્રાપ્‍ત વિગતો અનુસાર જુનાગઢ ST વર્કશોપમાં બોડી ફિટર તરીકે નોકરી કરતા રફીક ઉમરભાઇ નોતીયારને એસટીના કર્વાટરમાં પરીવાર સાથે રહેતા હતા અને છએક માસ પહેલા તેમની પત્‍ની નસીમાબાનુએ રફીકભાઇને ઘરમાંથી કાઢી મૂક્યા હતા. ત્‍યાર બાદ તેઓ કેશોદ ખાતે રહેતા હતા. દરમિયાન બે દિવસ પૂર્વે સવારે પોતાના ST ક્વાટર્સમાં ગયા હતા, ત્‍યારે ત્‍યાં તેની પત્‍ની નસીમાબાનુ અને નૂરમિયા મટારીએ રફીકભાઇને અહી કેમ આવ્યા છે તેમ કહી ગાળો કાઢી લાકડી વડે આડેઘડ તથા ઢીકાપાટુનો માર માર્યો હતો.

આ સમયે તેમની પુત્રીએ વચ્‍ચે પડી છોડાવ્‍યા હતા. હવે પછી અહીં આવીશ તો મારી નાંખીશુ તેવી ઘમકી આપી હતી. રફીકભાઇને માર માર્યાનો દુ:ખાવો થતાં સિવિલ હોસ્‍પીટલમાં દાખલ કરાયા હતા. જ્યાંથી રફીકભાઇએ તેમની પત્‍ની નસીમબાનુ તથા નૂરમિયા મટારી સામે માર માર્યા અને ઘમકી આપ્‍યાની ફરીયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ઘરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો