વડોદરામાં પતિની દાદાગીરી:શેર બજારમાં સટ્ટો રમવા ઉછીના પૈસા લીધા બાદ પતિએ ‘તું દેવું ચૂકતે કરી દે’ તેમ કહી પત્નીને ફટકારી

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સટ્ટા અને વ્યસનના લીધે નોકરી છૂટી ગયા બાદ પત્ની પર ત્રાસ ગુજાર્યો

શેરબજારમાં સટ્ટો રમવા માટે લોકો પાસેથી રૂપીયા ઉછીના લીધા બાદ દેવું વધી જતા પતિ દ્વારા પરિણિતાને દેવુ ચુકતે કરવા માટે દબાણ કરી માનસિક અને શારીરીક ત્રાસ આપવામાં આવતા પરિણિતાએ પતિ,નણંદ અને નણંદોઈ વિરૂધ્ધ માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

માંજલપુર પોલીસના જણાવ્યા અનુસાર, શહેરમાં જ રહેતી યુવતીના વર્ષ 2008માં માંજલપુર વિસ્તારમાં રહેતા યુવક સાથે લગ્ન થયા હતા. લગ્ન જીવન થકી દંપત્તીને બાળકી પણ છે. પરિણિતાનો પતિ પહેલા ખાનગી કંપનીમાં નોકરી કરતો. જોકે શેર બજારમાં સટ્ટો રમવાની આદત અને બીજા વ્યસનના પગલે નોકરી પણ છુટી ગઈ.આ ઉપરાંત પતિ લોકો પાસેથી ઉછીના રૂપીયા લઈને આવતો હતો. આ રૂપીયાની ઉઘરાણી કરવા માટે લોકો આવે ત્યારે પતિ દ્વારા પત્ની પર ઉછીના લીધેલા રૂપીયા ભરવા દબાણ કરવામાં આવતું હતું. પતિ દ્વારા પરિણિતાને આ મામલે મારમારવામાં આવતો હતો અને તેને છુટાછેડા આપવાની ધમકી પણ આપતો હતો.

દરમિયાન જુલાઈ 2020માં નણંદે ઘરે આવીને સાસરીયાઓને ચઢાવતા પતિએ પરિણિતાને મારમારવાની અને ઘરમાંથી કાઢી મુકવાની વાત કરી હતી.આ સાથે પરિણિતા અને દિકરીને પણ ઘરમાંથી કોઈ હિસ્સો નહી આપીએ તેવી ધમકી પણ ઉચ્ચારી હતી. ઉઘરાણી માટે લોકો આવતા તેનાથી પરેશાન પતિ દ્વારા પરિણિતાને માનસીક અને શારીરીક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. આખરે પરિણિતા પોતાના પતિ અને નણંદ અને નણંદોઈ વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરાવી હતી.

અન્ય સમાચારો પણ છે...