દંપતીનો આપઘાત:નસવાડીમાં પોલીસકર્મી પતિ અને પત્નીએ ઝેરી દવા પીને આત્મહત્યા કરી, 6 પુત્રી અને 1 પુત્ર નોંધારા બન્યા

નસવાડી/ સંખેડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પોલીસ કોસ્ટબલ ભરતભાઈ ભરવાડ અને તેની પત્ની મેનાબેન ભરવાડે ઝેરી દવા પીને આત્મહત્યા કરી. - Divya Bhaskar
પોલીસ કોસ્ટબલ ભરતભાઈ ભરવાડ અને તેની પત્ની મેનાબેન ભરવાડે ઝેરી દવા પીને આત્મહત્યા કરી.
  • ભરતભાઈ ભરવાડ સંખેડામાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા
  • ઘરકંકાસમાં આત્મહત્યા કરી હોવાનું પોલીસનું પ્રાથમિક અનુમાન

છોટાઉદેપુર જિલ્લાના નસવાડીના ભરવાડ વાસમાં રહેતા અને સંખેડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોસ્ટબલ ભરતભાઈ ભરવાડ અને તેની પત્ની મેનાબેન ભરવાડે ઝેરી દવા પીને આત્મહત્યા કરી છે. ઘટનાની જાણ થતાં નસવાડી પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ છે અને આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

પોલીસ બેડામાં શોકની લાગણી
નસવાડીમાં રહેતા ભરતભાઇ ભરવાડ છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકામાં ઈન્દ્રાલ બીટમાંમાં ફરજ બજાવતા હતા. નસવાડી ખાતેના તેમના ઘરે પોલીસકર્મી ભરતભાઇ ભરવાડ અને તેમની પત્ની મેનાબેન ભરવાડે આત્મહત્યા કરી હતી. જેથી પત્નીને મેનાબેનને નસવાડી રેફરલ હોસ્પિટલમાં લઈ જવાઈ હતી, જ્યારે પોલીસકર્મી ભરતભાઇ ભરવાડને બોડેલી સંગમ હોસ્પિટલમાં લઇ જવાયા હતા. જ્યાં તબીબોએ બંનેને મૃત જાહેર કર્યાં હતા. ઘરકંકાકના કારણે આત્મહત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ કર્મી અને તેની પત્નીએ આત્મહત્યા કરી હોવાના સમાચારથી છોટાઉદેપુર જિલ્લા પોલીસ બેડામાં શોકની લાગણી ફેલાઈ ગઇ છે.

ઘરકંકાસમાં આત્મહત્યા કરી હોવાનું પોલીસનું પ્રાથમિક અનુમાન.
ઘરકંકાસમાં આત્મહત્યા કરી હોવાનું પોલીસનું પ્રાથમિક અનુમાન.

7 સંતાનો અનાથ નોંધારા બન્યા
પોલીસ કોન્સ્ટેબલ અને તેમના પત્નીએ આપઘાત કરતા તેમની 6 પુત્રી એક પુત્ર નોંધારા બની ગયા છે. નસવાડી પોલીસે બંનેના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે અને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.

પતિ અને પત્નીએ આપઘાત કરતા તેમની 6 પુત્રી એક પુત્ર નોંધારા બની ગયા છે.
પતિ અને પત્નીએ આપઘાત કરતા તેમની 6 પુત્રી એક પુત્ર નોંધારા બની ગયા છે.

કોન્સ્ટેબલને ગાર્ડ ઓફ ઓનર અપાયું
પોલીસ કોન્સ્ટેબલના અંતિમ સંસ્કાર પહેલાં છોટાઉદેપુર ડીવાયએસપી, સંખેડા, નસવાડી પીએસઆઈ અને અન્ય પોલીસ કર્મચારીઓની હાજરીમાં મૃતક પોલીસને સન્માન સાથે ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું. જેમાં હાજર પોલીસ કર્મચારીઓની આંખો ભીની થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...