દારૂની હેરાફેરી:વડોદરામાં LCBના દરોડામાં દારૂ વેચતા પતિ-પત્ની ઝડપાયા, બે આરોપી વોન્ટેડ

વડોદરા5 મહિનો પહેલા
યાસીન ઉર્ફે મુન્નો મહંમદ વોરા તથા તેની પત્ની ગંગાબેન

વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં દારૂના જથ્થા સાથે પતિ-પત્નીને વડોદરા શહેર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધા છે.

બીયરના 60 ટીન અને 27 લિટર દેશી દારૂ મળી આવ્યો
વડોદરા શહેર લોકલ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે, પંડ્યા બ્રિજ ભૂખી કાંસ પાસે આવેલ ઝૂંપડામાં યાસીન ઉર્ફે મુન્નો મહંમદ વોરા તથા તેની પત્ની ગંગાબેન ભંગારના ધંધાની આડમાં દારૂનો વેચે છે. જેથી પોલીસે દરોડો પાડતા દંપતીના ઝૂંપડામાંથી બીયરના 60 ટીન અને 27 લિટર દેશી દારૂ મળી આવ્યો હતો. દરોડા સમયે દંપતી પણ ઝૂંપડામાં હાજર હતું. જેથી પોલીસે બંનેની ધરપકડ કરી કુલ 7990નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

બે આરોપી વોન્ટેડ
આ મામલે બે વ્યક્તિઓ મુકેશ (રહે. મોગર, વાસદ, જી. આણંદ) અને કાળિયો (રહે.દાહોદ)ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, વડોદરાના પોલીસ કમિશનર શમશેર સિંગે દરેક પોલીસ સ્ટેશનના ડી-સ્ટાફનું વસર્જન કરીને ઝોન પ્રમાણે એલ.સી.બી.ની ટીમ બનાવી છે.

અન્ય સમાચારો પણ છે...