ક્રાઇમ:પરિણીતાને મળવા બોલાવી પતિ અને સાસુ-સસરાએ માર માર્યો

વડોદરા6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રેમ લગ્ન કર્યા બાદ સાસરી પક્ષે ઘરમાંથી કાઢી મૂકી હતી
  • પોરમાં કંપની પાસે લોકોએ વચ્ચે પડી મહિલાને છોડાવી

આજવા રોડ પાસે રહેતા યુવક સાથે 1 વર્ષ પહેલા પ્રેમ લગ્ન કરનારી મહિલાને પતિ અને સાસરીયાએ સારી રીતે ના રાખી ઘરમાંથી કાઢી મુકયા બાદ પોર જીઆઇડીસીની કંપની પાસે મળવા બોલાવી પતિ અને સાસુ સસરાએ મહિલાને પથ્થર મારી ઇજા પહોંચાડી હતી અને વાળ પકડીને ગડદાપાટુનો માર માર્યો હતો.

અંકલેશ્વર ખાતે રહેતી 38 વર્ષીય મહિલાએ પોલીસમાં તેના પતિ હિંમાશુ દશરથભાઇ રાણા અને દશરથ રાણા સહિત ત્રણ સામે ફરીયાદ નોંધાવી હતી કે તેના લગ્ન 1 વર્ષ પહેલા થયા હતા. જો કે ત્યારબાદ પતિ અને સાસુ સસરાને લવ મેરેજ ગમ્યુ ન હતું અને મહિલાને સારી રીતે રાખી ન હતી અને ઘરમાંથી કાઢી મુકી હતી. ત્યારબાદ તેના પતિ હિંમાશુંએ મહિલાને ફોન કરી પોર જીઆઇડીસીની એટલાસ કંપની પાસે બોલાવતાં મંગળવારે મહિલા કંપની પાસે ગઇ હતી. જયાં તેને પતિ અને સાસુ સસરા મળ્યા હતા અને તેની સાથે ઉશ્કેરાઇ જઇ ઝઘડો કરી તેની સાસુએ રોડ પર પડેલો પથ્થર મહિલાને મારી ઇજા પહોંચાડી હતી જયારે સસરાએ તમાચો માર્યો હતો.

સાસુએ ધક્કો મારી પાડી દીધા બાદ ગડદાપાટુનો માર માર્યો હતો .તેના પતિએ પણ વાળ પકડીને ઢસડીને માર માર્યો હતો દરમિયાન લોકોએ વચ્ચે પડીને મહિલાને બચાવી હતી પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ આદરી હતી.

અન્ય સમાચારો પણ છે...