વાઘોડિયાની પારુલ યુનિના કમ્પાઉન્ડમાં આવેલ અટલ ભવન પાછળ મૃત હાલતમાં ભૃણ મળી આવતાં ચકચાર મચી હતી આ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે દોડી આવી એફએસએલ અને ડોગ સ્કોડની મદદથી ભૃણ મૂકી જનારની શોધખોળ હાથ ધરી હતી.
વાઘોડિયા લીમડા ગામે આવેલ યુનિવર્સિટીના ઈશ્વરપુરા ગામ જવાનો રોડ પર આવેલ અટલ હોસ્ટેલ A ભવન પાછળના ભાગમાં બાગમાંથી પાંચથી છ માસના બાળકનું ભ્રૂણ મળી આવ્યું હતું. યુનિવર્સિટીમાં છેલ્લા સાડા ત્રણ મહિનાથી અલ્કાબેન નોકરી કરે છે. તેઓએ યુનિવર્સિટીમાં મંગળવારે સવારે નોકરી પર હતા.
એ દરમિયાન હોસ્ટેલના પાછળના ગાર્ડનમાં કામ કરતા સુમિત્રાબેન વસાવાએ જણાવ્યું હતું કે બગીચામાં પાછળના ભાગે ખૂણામાં ઘાસ પર એક બાળક મૃત હાલતમાં પડ્યું છે. તપાસ કરતા એક નાનું બાળકનું ભૃણ પ્લાસ્ટિકની કોથળીમાં લપેટીને છોડી દેવાયુ હતું.
બનાવની જાણ થતાં વિદ્યાર્થીઓ દોડી આવ્યા હતા. ઘટનાસ્થળે FSL, ડૉગસ્ક્વોર્ડ દોડી આવી પોલીસ દ્વારા બાળકનુ ભ્રૂણ સ્થળ પર કોણ મૂકી ગયું હશે તે દિશામાં તપાસ હાથ ધરી છે. યુનિ.એ જણાવ્યું હતું કે આ સંદર્ભે અમારે કોઇ લેવાદેવા નથી.
CCTV ચેક કરીને દર્દીઓની તપાસ કરાશે
વાઘોડિયા પોલીસ મથકના પીઆઇ પી.આર.જાડેજાએ જણાવ્યું હતું કે આ અંગે અવિકસિત ગર્ભ, ભૃણનો નિકાલ કરનાર સામે આઇપીસી 318 મુજબ ગુનો નોંધ્યો છે. હોસ્પિટલ તેમજ હોસ્ટેલના સીસીટીવી કેમેરા મેળવી મહિલા દર્દીઓની યાદી મેળવી ભૃણ મૂકી જનારની તપાસ કરવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.