• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Huge Fire Broke Out In The Temple Of Ashapura Mata In The Big Coral Village Of Vadodara, The Villagers Rescued The Priest, All The Belongings Except The Idol Were Burnt To Ashes.

મંદિરમાં આગ:વડોદરાના મોટી કોરલ ગામમાં આશાપુરા માતાના મંદિરમાં ભીષણ આગ, પૂજારીને ગ્રામજનોએ બચાવ્યા, મૂર્તિ સિવાય તમામ સામાન બળીને ખાખ

વડોદરા15 દિવસ પહેલા
મોટી કોરલ ગામમાં આવેલા સુપ્રસિદ્ધ આશાપુરા માતાના મંદિરમાં વહેલી સવારે ભીષણ આગ ભભૂકી ઉઠી હતી
  • પૂજારીનો પરિવાર બાજુના રૂમમાં સૂતો હોવાથી સહી સલામત રીતે બહાર નીકળી ગયો
  • ફાયરબ્રિગેડની ટીમોએ સતત એક કલાક સુધી પાણી મારો ચલાવી આગને કાબૂમાં લીધી

વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના મોટી કોરલ ગામમાં આવેલા સુપ્રસિદ્ધ આશાપુરા માતાના મંદિરમાં વહેલી સવારે ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. આગ ફાટી નીકળતા મંદિરમાં ફસાઇ ગયેલા પૂજારીને ગામ લોકોએ બચાવી લીધા હતા. આ ભીષણ આગમાં માતાજીની મૂર્તિઓ સિવાય તમામ ચીજવસ્તુઓ બળીને ખાખ થઇ ગઇ હતી.

મંદિરની જાળી ન ખુલતા પૂજારીએ બુમરાણ મચાવી
કરજણ નજીક મોટી કોરલ ગામમાં આશાપુરા માતાનું મંદિર આવેલું છે. હજારો લોકોની આસ્થાના કેન્દ્ર સમા આશાપુરા માતાના મંદિરમાં વહેલી સવારે 5 વાગે આગ ફાટી નીકળતા ગામમાં ભાગદોડ મચી ગઇ હતી. આગ લાગતા મંદિરમાં સૂઇ ગયેલા પૂજારી મુન્ના મહારાજ ફસાઇ ગયા હતા. મંદિરની જાળી ન ખુલતા તેઓએ બુમરાણ મચાવતા ગામ લોકો દોડી આવ્યા હતા અને મંદિરના મહારાજને જાળી ખોલી બહાર કાઢી બચાવી લીધા હતા. તેમનો પરિવાર મંદિરની બાજુના રૂમમાં સૂઇ ગયો હોવાથી તેઓ આગ લાગતા જ સહીસલામત બહાર નીકળી ગયા હતા.

ગ્રામ પંચાયતની પાણીની ટેન્કરો દ્વારા આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી
ગ્રામ પંચાયતની પાણીની ટેન્કરો દ્વારા આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી

મૂર્તિઓને બાદ કરતા તમામ સામાન બળીને ખાખ
આશાપુરા માતાના મંદિરમાં આગ લાગતાની સાથે જ ગામ લોકો દોડી ગયા હતા અને ગ્રામ પંચાયતની પાણીની ટેન્કરો દ્વારા આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. તે સાથે કરજણ અને વડોદરા ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવતા તુરંત જ લાશ્કરો દોડી ગયા હતા અને સતત એક કલાક સુધી પાણી મારો ચલાવી આગને કાબૂમાં લેવામાં આવી હતી. જોકે, આગ સંપૂર્ણ કાબુમાં આવે તે પહેલાં માતાજીની મૂર્તિઓને બાદ કરતા તમામ સામાન બળીને ખાખ થઇ ગયો હતો અને ગામ લોકોને ટોળેટોળા મંદિરે પહોંચી ગયા હતા.

પૂજારીનો પરિવાર બાજુના રૂમમાં સૂતો હોવાથી સહી સલામત રીતે બહાર નીકળી ગયો
પૂજારીનો પરિવાર બાજુના રૂમમાં સૂતો હોવાથી સહી સલામત રીતે બહાર નીકળી ગયો

આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું અનુમાન
આગના બનાવનું ચોક્કસ કારણ બહાર આવ્યું નથી. પરંતુ, આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું અનુમાન છે. આ બનાવને પગલે કરજણ પોલીસ પણ દોડી ગઇ હતી. આગનું કારણ શોધવા માટે તપાસ શરૂ કરી હતી. નોંધનીય છે કે, કરજણ તાલુકાના મોટી કોરલ ગામમાં આવેલું આ સુપ્રસિદ્ધ આશાપુરા માતાનું મંદિર વડોદરા જિલ્લા સહિત અનેક જિલ્લામાં વસતા લોકો માટે આસ્થાનું કેન્દ્ર છે. જેમાં મોટી સંખ્યામાં સુરતના શ્રદ્ધાળુઓ પણ દર્શન માટે આવે છે. બળીને ખાખ થઇ ગયેલા મંદિરનો પુનઃ જીર્ણોદ્ધાર થશે, તેમ ગામ લોકોએ જણાવ્યું હતું.

લોકોએ મંદિરના મહારાજને જાળી ખોલીને બહાર કાઢી બચાવી લીધા હતા
લોકોએ મંદિરના મહારાજને જાળી ખોલીને બહાર કાઢી બચાવી લીધા હતા
ભીષણ આગમાં માતાજીની મૂર્તિઓ સિવાય તમામ ચીજવસ્તુઓ બળીને ખાખ થઇ ગઇ
ભીષણ આગમાં માતાજીની મૂર્તિઓ સિવાય તમામ ચીજવસ્તુઓ બળીને ખાખ થઇ ગઇ
કરજણ અને વડોદરા ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવતા તુરંત જ લાશ્કરો દોડી ગયા હતા
કરજણ અને વડોદરા ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવતા તુરંત જ લાશ્કરો દોડી ગયા હતા
અન્ય સમાચારો પણ છે...