તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિકરાળ આગ:કાલોલ GIDCની ખાનગી કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળી, ધડાકા થતાં કર્મચારીઓમાં અફરાતફરી મચી, 5 કિ.મી. દૂર સુધી ધૂમાડા દેખાયા

વડોદરા14 દિવસ પહેલા
કાલોલ GIDCમાં આવેલી ખાનગી કંપનીમાં આજે ભીષણ આગ ફાટી નીકળી હતી
  • કંપનીમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન

પંચમહાલ જિલ્લાની કાલોલ GIDCમાં આવેલી ખાનગી કંપનીમાં આજે ભીષણ આગ ફાટી નીકળી હતી. અને આગ લાગ્યા બાદ ધડાકા થતાં કર્મચારીઓમાં અફરાતફરી મચી ગઇ હતી અને આગના ધૂમાડા 4થી 5 કિ.મી. દૂર સુધી જોવા મળ્યા હતા. જોકે, સદનસીબે કોઇ જાનહાનિ થઇ નહોતી.

આગના ઘૂમાડા કાલોલ બસ સ્ટેન્ડ સુધી જોવા મળ્યા
કાલોલ GIDCમાં આવેલી ખાનગી કંપનીમાં વિકરાળ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં ઘૂમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. કાલોલ બસ સ્ટેન્ડ સુધી આગના ઘૂમાડા જોવા મળ્યા હતા. આગ લાગ્યા બાદ કંપનીમાં ધડાકા પણ થયા હતા. જેને પગલે કાલોલ નગરપાલિકા અને હાલોલ ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે દોડી ગઇ હતી અને સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે આગની ઘટનામાં કોઇ જાનહાનિ થઇ નહોતી. આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

કંપનીમાં ધડાકા થતાં કર્મચારીઓમાં અફરાતફરી મચી ગઇ
કંપનીમાં ધડાકા થતાં કર્મચારીઓમાં અફરાતફરી મચી ગઇ

ઔદ્યોગિક વસાહતોમાં અવારનવાર આગની ઘટનાઓ બને છે
આગમાં પ્લાસ્ટીક અને ડનલોપ સહિતની વસ્તુઓ બળીને ખાખ થઇ ગઇ હતી. ઘટનાની જાણ થતાં કાલોલ પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઇ હતી. કાલોલ સહિત પંચમહાલ જિલ્લાની ઔદ્યોગિક વસાહતોમાં અવારનવાર આગની ઘટનાઓ બનતી રહે છે.

કંપનીમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન
કંપનીમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન
સદનસીબે કોઇ જાનહાનિ થઇ નહોતી
સદનસીબે કોઇ જાનહાનિ થઇ નહોતી
ફાયરબ્રિગેડની ટીમોએ સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો
ફાયરબ્રિગેડની ટીમોએ સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો
અન્ય સમાચારો પણ છે...