શિક્ષકોનો સર્વે:વડોદરામાં વિદ્યાર્થીને ભણાવતા શિક્ષકો કેટલા ખુશ છે? રિસર્ચ કરાશે, MSUનાસાઇકોલોજી વિભાગ ડેટા એકઠા કરશે

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કાઉન્સિલ ઓફ સોશિયલ સાયન્સ રિસર્ચનો પ્રોજેક્ટ

માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકોના વર્ક પ્લેસ હેપ્પીનેસ સ્કેલ માટે ડેટા એકત્રીત કરાશે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ સોશિયલ સાયન્સ રિસર્ચ દ્વારા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના એજ્યુકેશન સાઇકોલોજી વિભાગને પ્રોજેક્ટ આપવામાં આવ્યો છે. સ્કૂલોમાં વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવી રહેલા શિક્ષકો કેટલા ખુશ છે તેનો ઇન્ડેક્સ જાણવા ટીચર વર્ક પ્લેસ હેપ્પીનેસ સ્કેલ પ્રોજેક્ટ અંતર્ગત માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોના હેપીનેસ સ્કેલના ડેટા એકત્રીત કરાશે.

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના એજ્યુકેશન સાઇકોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા વડોદરા જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શિક્ષકોના વર્ક પ્લેસ હેપ્પીનેસ સ્કેલ પ્રોજેક્ટ અંતર્ગત 18 એપ્રિલથી 7 મે સુધીમાં શિક્ષકોના ડેટા એકત્રીત કરાશે. જેમાં 118 જેટલા પ્રશ્નોના જવાબો શિક્ષકો આપશે, જેના આધારે હેપ્પીનેસ સ્કેલ નક્કી કરવામાં આવશે.

આ પ્રોજેક્ટ માટે 7.75 લાખની ગ્રાન્ટ ફાળવાઈ છે. આ પ્રોજેક્ટના પ્રિન્સિપાલ ઇન્વેસ્ટિગેટર એજ્યુકેશન સાઇકોલોજી ફેકલ્ટીના ડીન પ્રો.આર.સી.પટેલ છે. તેમણે આપેલા સવાલોના જવાબોને આધારે હેપ્પીનેસની ટકાવારી નક્કી થશે. શિક્ષકો સમાજનું ભવિષ્ય ઘડતા હોવાથી તેમની હેપ્પીનેસ વર્કપ્લેસ પર જરૂરી છે. અંદાજિત 2 હજારથી વધારે શિક્ષકોનો સર્વે કરવાનો અંદાજ બાંધવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...