કોર્ટ નિર્ણય કરશે:એન્થોનીને ભગાડનાર હોટેલ કર્મીઓએ જામીન અરજી મૂકી, આરોપીના સાગરીત કાર ચાલકે પણ આગોતરા જામીન માંગ્યા

વડોદરા11 દિવસ પહેલા
  • કૉપી લિંક

કુખ્યાત અનિલ ઉર્ફે એન્થોનીને ભાગી જવામાં મદદ કરનારાને પોલીસે ઝડપી લીધા બાદ હોટેલના મેનેજર અને રૂમ બોય દ્વારા અદાલતમાં જામીન અરજી મુકાઈ છે. હજી પોલીસના હાથે નહિ ઝડપાયેલા સાગરીતે અદાલતમાં આગોતરા જામીન અરજી કરી હતી. છોટાઉદેપુર જેલમાંથી સારવાર માટે લવાયેલા એન્થોનીને હોટેલ પૂજામાં પીએસઆઈ ખાનગી કારમાં લઇ ગયા હતા. ત્યાંથી એ ભાગી ગયો હતો.

હોટેલ મેનેજર સુનીલ પરમાર અને રૂમ બોય મનીષ મેકવાને ભગાડવામાં મદદ બદલ પોલીસે ઝડપ્યા હતાં. બંનેએ રેગ્યુલર જામીન અરજી કરી હતી. બંને પક્ષે દલીલ પૂર્ણ થતાં કોર્ટ હવે ફેંસલો કરશે. જે કારમાં એન્થોનીને લવાયો તે ચલાવી લાવનાર સરીખ મકરાણી પોલીસની પહોંચ બહાર છે. તેણે આગોતરા જામીન અરજી મૂકી હતી. જેની સુનાવણી પૂર્ણ થઈ છે. અદાલતમાં સરકાર પક્ષે વકીલ અનિલ દેસાઈએ દલીલો કરી હતી. બંને અંગે નિર્ણય હવે કોર્ટ જાહેર કરશે.

અન્ય સમાચારો પણ છે...