સત્તાધિશોનો અન્યાય:હોસ્ટેલ તંત્રે કોમર્સને 444 સીટો ફાળવી, FYને માત્ર 70 જ મળી

વડોદરા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • કોમર્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓને ફેકલ્ટી સત્તાધિશોનો અન્યાય
  • FY મોડું શરૂ થતા SY, TY, PG, BBA, ઓનર્સને સીટ અપાઇ

એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલની સમસ્યા સર્જાય છે. એફવાય બીકોમમાં માત્ર 70 વિદ્યાર્થીઓને જ પ્રવેશ મળ્યો છે. જયારે હોસ્ટેલ સત્તાધીશોએ 444 સીટો કોમર્સ માટે ફાળવી હતી. બીજી તરફ એફવાય મોડું શરૂ થતા એસવાય, ટીવાય, પીજી, બીબીએ, ઓનર્સમાં સીટો ફાળવી દેવાઇ હતી.

યુનિવર્સિટીની સંખ્યાબળની દષ્ટીએ સૌથી મોટી ગણાતી કોમર્સ ફેકલ્ટીમાં સૌથી વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. 15થી 20 હજાર જેટલા વિદ્યાર્થીઓમાંથી 2 હજાર કરતાં વધારે વિદ્યાર્થી શહેર બહારના હોવાથી તેઓ હોસ્ટેલમાં પ્રવેશ માટે અરજી કરતાં હોય છે. વિદ્યાર્થીઓની મોટી સંખ્યા હોવા છતાં પણ હોસ્ટેલમાં ક્ષમતા ના હોવાથી મર્યાદીત સંખ્યામાં વિદ્યાર્થીઓને પ્રવેશ મળી શકતો હોય છે.

હોસ્ટેલ સત્તાધીશો ચાલુ વર્ષે બોયઝ હોસ્ટેલ માટે 280 તથા ગર્લ્સ હોસ્ટેલ માટે 164 મળીને કુલ 444 બેઠકો ફાળવવામાં આવી હતી. જોકે કોમર્સ ફેકલ્ટી સત્તાધીશો દ્વારા એફવાય બીકોમ સમયસર શરૂ ના થવાના પગલે મોટાભાગની બેઠકો એસવાય, ટીવાય, પીજી, બીબીએ, ઓનર્સમાં સીટો ફાળવી દિધી હતી.

જોકે એફવાય બીકોમમાં સૌથી વધારે વિદ્યાર્થીઓ હોવા છતાં પણ માત્ર 70 જેટલા વિદ્યાર્થીઓને જ પ્રવેશ ફાળવવામાં આવ્યો હોવાનું ફેકલ્ટીના સત્તાધીશોએ જણાવ્યું હતું. એફવાય બીકોમ સમયસર શરૂ થયું ના હતું જોકે તેના માટે 100થી વધારે બેઠકો રીઝર્વ રાખવાની જગ્યાએ જેટલી બેઠકો બચી હતી તેને એલોટ કરી દેવામાં આવી છે.

એફવાય બીકોમમાં અંદાજીત 700થી વધારે વિદ્યાર્થીઓ શહેર બહારના છે અને મોટાભાગના તમામ વિદ્યાર્થીઓએ હોસ્ટેલ માટે અરજી કરી છે. જોકે હોસ્ટેલમાં જગ્યા ના હોવાથી વિદ્યાર્થીઓને ખાનગી હોસ્ટેલ અથવા તો પીજીમાં રહેવાનો વારો આવે તેમ છે.

યુનિ.માં 15000 બહારના વિદ્યાર્થીઓ સામે હોસ્ટેલ સુવિધા માત્ર 5 હજારની
યુનિવર્સિટીમાં દર વર્ષે વિદ્યાર્થીઓની સંખ્યા વધી રહી છે. યુનિવર્સિટીમાં અત્યારે 50,000 કરતાં વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે જેમાંથી 15000 કરતા વધારે વિદ્યાર્થીઓ વડોદરા શહેરની બહારના છે. ગુજરાત રાજ્યના અને અન્ય રાજ્યના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે ત્યારે માત્ર 5000 વિદ્યાર્થીઓની કેપેસિટી હોસ્ટેલમાં છે.

નવી હોસ્ટેલો ઊભી કરવા માટે છેલ્લા કેટલા સમયથી પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પરંતુ તેમાં યુનિવર્સિટીને ફંડ નહીં મળતું હોવાના કારણે હોસ્ટેલ ફેસીલીટી ઊભી કરી શકાઇ રહી નથી. જેને કારણે અસંખ્ય મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને પીજીમાં અથવા ખાનગી હોસ્ટેલમાં રહેવાનો વારો આવી રહ્યો છે. ત્યારે વધુ વ્યવસ્થા હવે તાતી જરૂરીયાત બની છે.

અન્ય સમાચારો પણ છે...