એજયુકેશન:300 વિદ્યાર્થીને હોસ્ટેલની ડિપોઝિટ પરત જ ન કરાઇ

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રવેશ બાદ કોરોનાને પગલે રહેવા ન આવ્યા
  • વિદ્યાર્થી દીઠ રૂા. 3 હજાર ડિપોઝિટ લીધી હતી

કોરોનાના પગલે હોસ્ટેલમાં રહેવા નહિ આવી શકનારા 300 વિદ્યાર્થીને રૂા. 3 હજારની ડિપોઝિટ પરત અપાતી નથીે. 2019માં હોસ્ટેલમાં પ્રવેશ લીધા પછી 2020માં કોરોના આવ્યા પછી હોસ્ટેલમાં રહેવા જ નથી આવ્યા નથી. જયારે ડિપોઝીટ માંગવા જનાર વિદ્યાર્થીઓને નિયમ પ્રમાણે 1 વર્ષની અંદર ડિપોઝીટ લઇ લેવી પડે તેવો જવાબ અપાય છે.

એમ.એસ.યુનિવર્સિટીમાં હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને તેેમની ડિપોઝિટ પરત નહિ આપવાનો મુદો પ્રકાશમાં આવ્યો છે. 2019માં પ્રવેશમાં હોસ્ટેલમાં પ્રવેશ લેનાર 300 કરતાં વિદ્યાર્થીઓ કે જેઓ અલગ અલગ રાજયોમાંથી આવીને હોસ્ટેલમાં રહેતા હતા. હોસ્ટેલ ડિપોઝીટ પેેટે વિદ્યાર્થીઓએ 3 હજાર રૂપિયા જેટલી ફી ભરી હતી.

જોકે 2020માં કોરોના મહામારી બાદ આ વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહેવા માટે આવ્યા જ ના હતા. વિદ્યાર્થીઓ દ્વારા જયારે ડિપોઝીટ પરત લેવાની માંગણી કરાઇ ત્યારે હોસ્ટેલ સત્તાધીશો નિયમ બતાવે છે કે 1 વર્ષની અંદર ડિપોઝીટ લઇ લેવી પડે,

અન્ય સમાચારો પણ છે...