તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના કાળ:દાખલ દર્દીની સંખ્યા કરતાં વધુ રેમડેસિવિર માગતી હોસ્પિટલો

વડોદરા11 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • 210 હોસ્પિટલની 22 હજારની માગ સામે 1100 ઇન્જેક્શન ફાળવાયાં
 • વિવિધ કોવિડ હોસ્પિટલમાં હાલમાં 7418 બેડ ભરાયેલા છે

શહેરમાં આવેલી કુલ 210 હોસ્પિટલ દ્વારા શનિવારના રોજ દર્દીઓ માટે 22 હજારથી વધુ રેમડેસિવિર ઈન્જેક્શનની માગણી કરાઈ હતી. જોકે તંત્ર દ્વારા માંડ 1100 જ ઇન્જેક્શન ફાળવાયાં હતાં. જોકે હોસ્પિટલો દ્વારા જેટલા દર્દી એડમિટ નથી તેનાથી વધારે ઇન્જેક્શન મગાઈ રહ્યાં હોવાની ચર્ચા થઈ રહી છે.શહેરની કુલ 210 કોવિડ હોસ્પિટલમાં કુલ 8916 બેડ આવેલા છે, જેમાં 7418 બેડ ભરાયેલા છે. આ તમામ હોસ્પિટલના સંચાલકો દ્વારા કલેક્ટર કચેરીમાં 5512 દર્દીઓ માટે કુલ 22,094 રેમડેસિવિર ઇન્જેક્શનની માગણી કરી હતી. જોકે કલેક્ટર કચેરી દ્વારા તમામ 210 હોસ્પિટલોને માત્ર 1100 ઈન્જેક્શન ફાળવાયાં હતાં.

કલેક્ટર કચેરીના આંકડા મુજબ સ્ટર્લિંગ હોસ્પિટલ દ્વારા 134 દર્દીઓ માટે 589 ઈન્જેક્શનની માગણી કરી હતી, જેની સામે તંત્રે માત્ર 17 ઈન્જેક્શન આપ્યાં હતાં. અટલાદરાની જ્યુપિટર હોસ્પિટલે 104 દર્દીઓ માટે 208 ઈન્જેક્શન, માંજલપુરની સનશાઇન ગ્લોબલ હોસ્પિટલ દ્વારા 158 દર્દીઓ માટે 925 ઈન્જેક્શનની માગ કરી હતી. જોકે તંત્રે તમામ હોસ્પિટલને માત્ર 17 ઈન્જેક્શન જ આપ્યાં હતાં.

જોકે બીજી તરફ એવી પણ ચર્ચા ચાલી રહી છે કે, શહેરની કોવિડ હોસ્પિટલો દ્વારા જેટલા દર્દી દાખલ નથી હોતા તેનાથી વધુ રેમડેસિવિરની માગણી કરવામાં આવી રહી છે. જેને લઇને તબીબો દ્વારા બિનજરૂરી રીતે રેમડેસિવિર ઇન્જેકશન અપાતા હોવાની શંકા સેવાઇ રહી છે. જેથી ઇન્જેકશનની માગમાં જંગી ઉછાળો આવ્યો હોવાનું મનાય રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો