તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:હોસ્પિટલોએ 168 દર્દી પાસેથી વધુ વસૂલેલા ~48.84 લાખ પાલિકાએ પરત અપાવ્યા,62 ફરિયાદ તથ્યહીન

વડોદરા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પાલિકાના ગ્રીવન્સ રિડ્રેસલ સેલને 1 વર્ષમાં વધુ બિલ માટે 334 ફરિયાદો મળી

પાલિકાના ગ્રીવન્સ રીડ્રેસલ સેલને એક વર્ષમાં જ કોરોનાની સારવાર અંગે 334 ફરિયાદો મળી હતી અને 168 કેસમાં રૂ.48.84 લાખની રકમ હોસ્પિટલમાંથી પરત અપાવી હતી. જ્યારે 62 ફરિયાદમાં કોઇ તથ્ય જણાયું ન હતું. 104 કિસ્સામાં હજી તપાસ ચાલી રહી છે. કોરોનાની મહામારીમાં શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દર નક્કી કરવામાં આવ્યા હતા અને તેનાથી વધુ લઇ શકે નહીં તેવું નક્કી કરાયું હતું.પરંતુ તેમ છતાં પ્રથમ તબક્કામાં કેટલી હોસ્પિટલો દ્વારા આડેધડ બિલ લેવામાં આવ્યા હતા અને 5 લાખથી લઇ 15 લાખ સુધીના બિલો ફટકારાયા હતા.

તા .15 એપ્રિલના રોજ શહેરની તમામ ખાનગી હોસ્પિટલોમાં કોરોનાની સારવાર લેતા દર્દીઓ માટે જનરલ વૉર્ડ રહેશે તેવી જાહેરાત કરવામાં આવી હતી અને કાયમી ધોરણે સેમી સ્પેશિયલ અને સ્પેશિયલ રૂમના નામે ચલાવવામાં આવતી લૂંટ પર બ્રેક મારવામાં આવી હતી. આ પૂર્વે ફેબ્રુઆરીથી 14 એપ્રિલ સુધીમાં પાલિકાના ટોલ ફ્રી નમ્બર અને આઇટી ડાયરેક્ટર મનીષ ભટ્ટને કુલ 39 કોલ મળ્યા હતા અને વધુ બિલવાળા કિસ્સાની તપાસ કરી કુલ 2 લાખ રૂપિયા જેવી રકમ પરત પણ કરાવવામાં આવી હતી.

કોરોનાના દર્દીઓની સારવાર કરતી ખાનગી હોસ્પિટલોમાં સામાન્ય ઓક્સિજન વાળા બેડ અને વેન્ટિલેટર વાળા બેડના નવા દરો જાહેર કરવામાં આવ્યા હતા અને આ દર અગાઉ કરતાં 20 થી 50 % ઓછા કરવામાં આવ્યા છે તેવો દાવો કરવામાં આવ્યો હતો.આ સુધારેલા દરના અમલ બાદ પણ મેડીકલ બિલની ફરિયાદ માટે સમિતિ બનાવાઈ હતી અને તેની આઇટી ડાયરેકટર મનીષ ભટ્ટ અને એડી.આરોગ્ય અમલદાર ડો.મુકેશ વૈદ્ય ચકાસણી કરતા હતા. છેલ્લા 1 વર્ષમાં 334 ફરિયાદ વધુ બિલ અંગેની મળી હતી અને 168 કિસ્સામાં પાલિકાએ લાલ આંખ કરતા હોસ્પિટલ દ્વારા રૂ.48.84 લાખ પરત કરવા પડ્યા હતા.

કેવી ફરિયાદો મળી હતી?

  • અમારા દર્દીને રજા અપાઈ છે તો બિલ કેવી રીતે ગણાશે ?
  • સગા હોસ્પિટલમાં સ્પેશિયલ રૂમમાં છે અને તો તેમના માટે હવે નવો દર ક્યારથી ગણાશે?
  • ખાનગી એમ્બ્યુલન્સ માટે શુ ચાર્જ છે તેની પણ માહિતી માંગવામાં આવી હતી.
અન્ય સમાચારો પણ છે...