તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Horticulture Department Starts Providing Assistance To Farmers For Dragon Fruit Cultivation In The State, 10 Farmers From Vadodara District Applied

કમલમ ફળ માટે સહાય:રાજ્યમાં ડ્રેગન ફ્રૂટની ખેતી માટે બાગાયત વિભાગે ખેડૂતોને સહાય આપવાનો પ્રારંભ કર્યો, વડોદરા જિલ્લાના 10 ખેડૂતોએ અરજી કરી

વડોદરા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
કચ્છથી લઈને મધ્ય ગુજરાત સહિતના વિસ્તારોમાં સાહસિક ખેડૂતોએ નવા ખેત સાહસ રૂપે કરી છે - Divya Bhaskar
કચ્છથી લઈને મધ્ય ગુજરાત સહિતના વિસ્તારોમાં સાહસિક ખેડૂતોએ નવા ખેત સાહસ રૂપે કરી છે
  • વડોદરા જિલ્લાના કરજણ, ડભોઈ, વાઘોડિયા અને પાદરા તાલુકાના ખેડૂતોએ યોજનાનો લાભ લેવા અરજીઓ કરી છે

થોર કુળના કમલમ ફળ એટલે કે, ડ્રેગન ફ્રૂટની ખેતીની શરૂઆત છેક કચ્છથી લઈને મધ્ય ગુજરાત સહિતના વિસ્તારોમાં સાહસિક ખેડૂતોએ નવા ખેત સાહસ રૂપે કરી છે. હવે રાજ્યના બાગાયત વિભાગે રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના હેઠળ આ પૌષ્ટિક ફળની ખેતી કરનારા કૃષિ સાહસિકોને યોજનાના નિર્ધારિત માપદંડો પ્રમાણે સહાય આપવાનું શરૂ કર્યું છે. કમલમ ફળનો વાવેતર વિસ્તાર વધારવાના હેતુસર સહાયની યોજનામાં આ ફળનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ડ્રેગન ફ્રૂટની મહત્તમ બે હેક્ટરની ખેતી માટે સહાય મળવા પાત્ર છે
અત્યાર સુધી બાગાયત ખાતાની સહાય યોજનાઓમાં આ નવા પાકનો સમાવેશ થતો ન હતો એવી જાણકારી આપતાં વડોદરા ખાતેની નાયબ બાગાયત નિયામક કચેરીના બાગાયત અધિકારી યોગેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, હાલમાં આ ફળ પાક માટે વાવેતર કરનારા ખેડૂતોને સહાય આપવાના ધારાધોરણો ઘડવામાં આવ્યાં છે. તે પ્રમાણે ડ્રેગન ફ્રૂટની મહત્તમ બે હેક્ટરની ખેતી માટે સહાય મળવા પાત્ર છે. પ્રતિ હેક્ટર રૂ.2.5 લાખ નિર્ધારિત ખર્ચ એકમના 50 ટકા પ્રમાણે આ ફળની ખેતી માટે સહાય મળી શકે છે. એટલે કે મહત્તમ એક હેક્ટરમાં વાવેતર હોય તો રૂ.1.25 લાખની સહાય યોજના હેઠળ મળે અને મહત્તમ બે હેક્ટરમાં વાવેતર માટે આ સહાય મળી શકે.

વડોદરા જિલ્લાના કરજણ, ડભોઈ, વાઘોડિયા અને પાદરા તાલુકાના ખેડૂતોએ યોજનાનો લાભ લેવા અરજીઓ કરી છે
વડોદરા જિલ્લાના કરજણ, ડભોઈ, વાઘોડિયા અને પાદરા તાલુકાના ખેડૂતોએ યોજનાનો લાભ લેવા અરજીઓ કરી છે

વડોદરા જિલ્લાના 10 ખેડૂતોએ સહાય મેળવવા અરજી કરી છે
તેમણે જણાવ્યું હતું કે, આ ફળપાકની ખેતી માટે સહાયની યોજના શરૂ કર્યાંનુ આ પહેલું વર્ષ છે. વડોદરા જિલ્લાના કરજણ, ડભોઇ, વાઘોડિયા અને પાદરા તાલુકાઓના ડ્રેગન ફ્રૂટ પકવતા 10 જેટલા ખેડૂતોએ સહાય મેળવવા અરજી કરી છે. બાગાયત કચેરી દ્વારા ખેડૂતોને તેની જાણકારી આપવામાં આવી રહી છે. ડભોઇ તાલુકાના નાના હબીપુરા ગામના હરમાનભાઇ પટેલે એક સાહસ તરીકે ડ્રેગન ફ્રૂટની ખેતી શરૂ કરી અને નોંધપાત્ર સફળતા મેળવી છે. આસપાસના વિસ્તારના લોકો તેમના ખેતરમાંથી આ ફળ ખરીદી જાય છે. તેઓ સહાય યોજના શરૂ કરવા માટે રાજ્ય સરકાર અને બાગાયત ખાતાને અભિનંદન આપે છે.

સહાયની યોજનાને લીધે નાના અને મધ્યમ ખેડૂતો ડ્રેગન ફ્રૂટની ખેતી કરી શકશે
તેઓ જણાવે છે કે, આ ફળની ખેતી કરવા માટે સિમેન્ટના થાંભલાનું માળખું બનાવવું પડે છે. એટલે શરૂઆતનો ખર્ચ મોટો અને વાવેતરના લગભગ ત્રણ વર્ષે પાક મળતો થાય, તેથી મોટા ખેડૂતોને આ ખેતી પોષાય, પરંતુ, સહાયની યોજનાને લીધે આર્થિક ભારણમાં મદદ મળતાં નાના અને મધ્યમ ખેડૂતો આ ખેતી કરી શકશે. આ યોજનાઓ શક્ય તેટલી સરળ રાખવાથી ખેડૂતો સારી રીતે લાભ લઈ શકે છે.

સહાયની યોજનાને લીધે આર્થિક ભારણમાં મદદ મળતાં નાના અને મધ્યમ ખેડૂતો આ ખેતી કરી શકશે
સહાયની યોજનાને લીધે આર્થિક ભારણમાં મદદ મળતાં નાના અને મધ્યમ ખેડૂતો આ ખેતી કરી શકશે

ખેડૂતો 31 જુલાઇ સુધી અરજીઓ કરી શકાશે
નાયબ વન સંરક્ષક કાર્તિક મહારાજા એ જણાવ્યું હતું કે, સામાજિક વનીકરણ વિભાગ દ્વારા આ ફળની ખેતી માટે વાવેતર સહાય આપવામાં આવે છે. રસ ધરાવતા ખેડૂતો વિગતવાર જાણકારી મેળવવા રાવપુરા પોલીસ ચોકી પાછળ આવેલી બાગાયત ખાતાની અને તેની પાસે જ વન ભવનમાં આવેલી સામાજિક વનીકરણ વિભાગની કચેરીનો સંપર્ક કરી શકે છે. હાલમાં https://ikhedut.gujarat.gov.in પોર્ટલ પર 31 જુલાઇ સુધી અરજીઓ કરી શકાશે.

ડ્રેગન ફ્રૂટની ખેતી કરતા ખેડૂતોને બે યોજનાઓ હેઠળ રોપાની સંખ્યા પ્રમાણે સહાય આપે છે.
ડ્રેગન ફ્રૂટની ખેતી શરૂ કરનારા સાહસિક ખેડૂતોને સામાજિક વનીકરણ વિભાગ દ્વારા રોપા માટે સહાય આપવામાં આવે છે. વન વિસ્તારની બહારના કે, વન વિભાગ અંદરના ખેડૂતો અમારી વૃક્ષ ખેતી અને એગ્રો ફોરેસ્ટ્રી યોજનાઓ હેઠળ ડ્રેગન ફ્રૂટની ખેતી માટે સહાય અને માર્ગદર્શન મેળવી શકે છે એવી જાણકારી આપતાં સામાજિક વનીકરણ વિભાગ, વડોદરાના નાયબ વન સંરક્ષક કાર્તિક મહારાજા જણાવે છે કે, આ યોજનાઓના નિર્ધારિત માપદંડોને અનુસરીને ખેડૂતે વાવેલા રોપાઓની સંખ્યા પ્રમાણે નિર્ધારિત માપદંડો અનુસરીને સહાય આપવામાં આવે છે.