ભારતના નાગરિક ઉડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ભારતની એવીએશન સેક્ટરને વેગવંતુ બનાવવા દેશના કોઈપણ નોન મેટ્રો સિટીના એરપોર્ટને ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો નહીં આપવા નિર્ણય કર્યો છે. જેને પગલે વડોદરા એરપોર્ટને ઇન્ટરનેશનલ નહીં પરંતુ સુરત જેટલું કસ્ટમ એરપોર્ટનો દરજ્જો મળવાની વાત પર પણ પૂર્ણવિરામ મુકાયું છે. તજજ્ઞ રાજેશ મોદીએ જણાવ્યું કે, સામાન્ય માણસ જે એરપોર્ટથી વિદેશ જવાતું હોય તેને ઇન્ટરનેશનલ એરપોર્ટ સમજે છે.
પરંતુ એવું નથી. સુરતનું એરપોર્ટ ઇન્ટરનેશનલ એરપોર્ટ નથી. ત્યાંથી વિદેશ જવાય છે પરંતુ તે કસ્ટમ એરપોર્ટ તરીકેની જ માન્યતા ધરાવે છે. કેન્દ્ર સરકારના આ નિર્ણયને પગલે હવે વડોદરાને કોઈપણ પ્રકારનો નવો દરજજો મળે તેમ નથી. કસ્ટમ એરપોર્ટ તરીકે પણ વડોદરા હવે ક્યારે દરરોજ જો મેળવે છે તે નવા સેન્સેસમાં મેટ્રોપોલિટન સીટી તરીકે નોંધણી પામે ત્યારે જ શક્ય બને તેમ જાણકારો જણાવી રહ્યા છે.
કસ્ટમ-ઇન્ટરનેશનલ વચ્ચે શું તફાવત
3 પ્રકારના એરપોર્ટ હોય છે, ડોમેસ્ટિક, કસ્ટમ અને ઇન્ટરનેશનલ એરપોર્ટ. કસ્ટમ એરપોર્ટમાં માત્ર ભારતની માલિકીની એરલાઇન્સ કંપનીઓ પોતાના પ્લેન વિદેશમાં મુસાફરોને લાવવા લઈ જવા કાર્યરત હોય છે. જ્યારે ઇન્ટરનેશનલમાં વિદેશની માલિકીની કંપનીઓ પણ પોતાના પ્લેન ભારતમાં એરપોર્ટ ઉપર કાર્યરત કરે છે.
ઉડયન મંત્રીએ આવો નિર્ણય કેમ?
વિદેશની માલિકીની એરલાઇન્સ ભારતના મુસાફરોનું વહન કરે તેની રેવન્યુ વિદેશમાં જાય છે. ભારતની કંપનીઓ એટલા પ્રમાણમાં સક્ષમ નથી.
ભારતની 4 એરલાઇન વિદેશ માટે કાર્યરત
ભારતની એર ઇન્ડિયા, ગો-એર, વિસ્તારા, ઈન્ડિગો વિદેશની ફ્લાઈટ ચલાવે છે. રેશિયોમાં અસમાનતા છે. > રાજેશ મોદી, એવીએશન એક્સપર્ટ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.