પ્રમાણિકતા:ફૂટપાથ પરથી મળેલી સોનાની ચેન પરત કરનાર વિદ્યાર્થિનીનું સન્માન

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • MScમાં અભ્યાસ કરતી કિંજલ પરમારને સર્ટિફિકેટ અપાયું

એમ.એસ.યુનિની ગર્લ્સ હોસ્ટેલના કે.જી.હોલમાં રહેતી અને સાયન્સ ફેકલ્ટીના એમએસસીમાં અભ્યાસ કરતી કિંજલ પરમારને 14 મે અગાઉ હોમ સાયન્સ ફેકલ્ટીની બહારના ફૂટપાથ પરથી સોનાની ચેઇન મળી હતી, જે અંગે તેણે ડીનને જાણ કરી હતી. ચેનને જ્યાં સુધી માલિક ના મળે ત્યાં સુધી સાચવવા જણાવ્યું હતું.

દરમિયાન પી.જી.હોલમાં રહી ફિઝિયોથેરાપીમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને ચેઇન ખોવાઇ ગઇ હોવાનું જણાતાં તેણે વોર્ડનને જણાવ્યું હતું. અન્ય હોલમાં આ અંગે ખબર પડતાં જે વિદ્યાર્થિનીને ચેઇન મળી હતી તેની વોર્ડને તથા સત્તાધીશોએ ખોવાયેલી ચેઇનની માહિતી આપી હતી. ચેનનું વજન કરી લેવામાં આવ્યું હતું.

જે વિદ્યાર્થિનીની ચેઇન ગુમ થઇ તેની પાસે બિલ મગાવી વજન કરાયું હતું અને તે ચેઇન કેવા પ્રકારની છે તેની માહિતી લઇ, વેરિફિકેશન થતાં ચેઇન પરત કરાઇ હતી. જ્યારે કિંજલ પરમારનું હોસ્ટેલમાં સન્માન કરી સર્ટિફિકેટ અપાયું હતું.

અન્ય સમાચારો પણ છે...