પ્રાઇડ ઓફ સેન્ટ્રલ ગુજરાત એવોર્ડ:સમાજમાં વિશિષ્ટ પ્રદાન બદલ 24 અગ્રણી કંપની, સંસ્થાન અને હસ્તીઓનું સન્માન

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દ્વારા રવિવારે સાંજે પ્રાઇડ ઓફ સેન્ટ્રલ ગુજરાત એવોર્ડ્સ સમારંભ યોજાયો
  • કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, વૈષ્ણવાચાર્ય પૂ.વ્રજરાજકુમારજીના હસ્તે પ્રાઇડ ઓફ સેન્ટ્રલ ગુજરાત એવોર્ડ એનાચત કરાયા
  • જે સમાજ સારા વ્યક્તિની કદર ન કરે તે ટકી ન શકે : રાજેન્દ્ર ત્રિવેદી
  • સફળતા માટે સંકલ્પ સહિત પાંચ બાબત મહત્ત્વની: વ્રજરાજકુમારજી

દિવ્ય ભાસ્કર દ્વારા આયોજિત પ્રાઇડ ઓફ સેન્ટ્રલ ગુજરાત એવોર્ડ્સ સમારોહમાં મધ્ય ગુજરાતની નોંધપાત્ર પ્રદાન કરતી 24 વિવિધ કંપનીઓ, સંસ્થાન અને વ્યક્તિઓને સન્માનિત કરવામાં આવ્યાં હતાં. તારાસન્સ હોટેલ ખાતે યોજાયેલા એક સમારોહમાં કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી અને વૈષ્ણવાચાર્ય પૂ. વ્રજરાજકુમારજી, હસ્તે વિવિધ એવોર્ડ્સ એનાયત કરવામાં આવ્યાં હતા. પારુલ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ડો.દેવાંશુ પટેલ અને વિક્રમ ટીના વિજય ગોહિલ પણ હાજર રહ્યાં હતા.

આ પ્રસંગે કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ દિવ્ય ભાસ્કરના સમાજમાં મહત્વપૂર્ણ પ્રદાન કરનારા લોકોના સન્માનની ભાવના બદલ અભિનંદન પાઠવતાં જણાવ્યું હતું કે, સમાચારોમાં ખરાઇ કરવાની, સુગંધિત અખબારની અને પોઝિટિવ મન્ડેના સફળ પ્રયોગ પહેલીવાર કર્યા છે. તેમણે એવોર્ડ મેળવનાર તમામને અભિનંદન પાઠવ્યા હતા.જે સમાજ સારા વ્યક્તિની કદર ન કરે તો તે સમાજ ટકી શકતો નથી. તેમણે આ પ્રસંગે રાજેન્દ્ર ત્રિવેદી ફેન ક્લબ દ્વારા કોરોનાકાળમાં 1.20 લાખ લોકોને ભોજન પીરસવામાં આવ્યું હતું તે સેવા કાર્યનો ઉલ્લેખ પણ કર્યો હતો. તેમણે ઉમેર્યું કે, કોઇએ સારંુ કામ કર્યું હોય ત્યારે તમે તેમને પ્રોત્સાહન આપતો, તેમના ખભે હાથ મૂકશો, પીઠ થાબડશો અને રાહ દેખાડશો તે જરૂરી છે જેટલા પણ અહીં એવોર્ડ મેળવી રહ્યાં છે તેમને હું આત્મીક રીતે વ્યક્તિગત અભિનંદન આપુ છું.

જ્યારે વૈષ્ણવાચાર્ય પૂ. વ્રજરાજકુમારે જણાવ્યું હતું કે, દિવ્ય ભાસ્કરે જે વિલક્ષણતાથી કામ કર્યું છે તેના લીધે તે સફળતા મેળવી શક્યું છે. તેમણે દિવ્ય ભાસ્કરની હેડ લાઇન્સની પણ પ્રસંશા કરી હતી. તેમણે જણાવ્યું કે, ‘સતત નવાં આયોજનો, વાચકોને કેન્દ્રમાં રાખે છે. પ્રયાસ, વિચાર, સંકલ્પ, વ્રત, અથાક પુરુષાર્થ અને ભગવાની કૃપા આ પાંચ બાબત એક સાથે આવે ત્યારે સફળતા મળે છે. આજે સમાજ પર સૌથી વધુ અસર ધર્મગ્રંથોની, શિક્ષણની, મીડિયાની અને ફિલ્મ નાટકોની તથા પાંચમી અસર સંગની છે. આ પાંચની અસર વ્યક્તિની બુદ્ધિ પર પડતી હોય છે.

આ પ્રસંગે દિવ્ય ભાસ્કરના સીઓઓ સંજીવ ચૌહાને 2003માં દિવ્ય ભાસ્કરની વડોદરામાં શરૂઆતથી અત્યાર સુધીની સફર વિશે વાત કરીને પ્રેઝેન્ટેશન દર્શાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...