તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સરપ્રાઇઝ:ભરત ડાંગર, જીવરાજ ચાૈહાણ, ગોપી તલાટીનું હોમવર્ક માથે પડ્યું

વડોદરાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પક્ષમાં 23 વર્ષની સોૈથી નાની વયે ટિકિટ મેળવી

ભાજપની યાદીમાં સૌથી સરપ્રાઇઝીંગ નામ જ રાજેશ આયરેના સ્થાને તેમના પુત્ર શ્રી રંગ આયરે છે.તેને પક્ષમાં 23 વર્ષની સોૈથી નાની વયે ટિકિટ મેળવી છે. 2015માં આરએસપીની પેનલમાંથી 4 કાઉન્સિલરોને જીતાડી લાવનાર રાજેશ આયરે તાજેતરમાં ભાજપમાં બે સાથી કાઉન્સિલરો સાથે જોડાયા હતા. રાજેશ આયરે એક વાર અપક્ષ એક વાર ભાજપ અને એક વાર આરએસપીમાંથી કાઉન્સિલર રહી ચૂકયા છે. ત્યારે 3 ટર્મનો પક્ષનો નિયમ પણ સચવાઇ જાય તે પ્રકારે પુત્રને ટિકિટ અપાઇ હતી.

કેટલાક ધારાસભ્યો ગુરૂવારે સવારે ગાંધીનગર ગયા હતા અને ટિકિટ મુદે ચર્ચા કરી હતી. જેમાં રાજેશ આયરેના સ્થાને તેમના પુત્રની ટિકિટ નક્કી થઇ હતી. જેથી 2022ની વિધાનસભાની ચૂંટણી માટે સયાજીગંજ બેઠક પરથી રાજેશ આયરેનો રસ્તો ક્લિયર થઇ ગયો હોવાનું કહેવાય રહ્યું છે. શહેર ભાજપ આગેવાનોનો કોઈ પણ કાર્યક્રમ હોય તો ત્યારે ખેતેશ્વર સ્વિટ માર્ટમાંથી જ મીઠાઇ આવતી હોવાનું મનાય છે. ભાજપના આગેવાનોના માનીતા ખેતેશ્વર સ્વિટના સંચાલક મહાવીરસિંહ રાજપુરોહિતને વોર્ડ નંબર 2માંથી ટિકિટ અપાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો