તપાસ:વીજકંપનીના ઇજનેરની પુત્રીનો ગૃહત્યાગ

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ધો.11 સાયન્સમાં અભ્યાસ કરતી પુત્રીને પિતાએ અભ્યાસ બાબતે ઠપકો આપતાં લાગી આવ્યું
  • પિતા નોકરી પરથી​​​​​​​ પરત આવે તે પહેલાં સ્કૂલબેગ-કપડાં લઈને નીકળી ગઈ

અભ્યાસ બાબતે પિતાએ ઠપકો આપ્યા બાદ દીકરી ઘરેથી સ્કૂલ બેગ સાથે નીકળી જતાં પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ગુમ થવાની ફરિયાદ દાખલ થઈ છે. પોલીસ અને પરિવાર દ્વારા રેલવે સ્ટેશન, બસ સ્ટેશન સહિતનાં જાહેર સ્થળો પર તેમજ સીસીટીવીના માધ્યમથી સગીરાની શોધખોળ હાથ ધરાઈ છે.

એમજીવીસીએલમાં અધીક્ષક ઈજનેર તરીકે ફરજ બજાવતા અધિકારીની 16 વર્ષની દીકરી કારેલીબાગ વિસ્તારમાં આવેલી સ્કૂલમાં ધોરણ-11 સાયન્સમાં અભ્યાસ કરે છે. 16 ડિસેમ્બરના રોજ અધિકારી સાંજે 7 વાગે નોકરી પરથી ઘરે પરત આવતાં તેમની પત્નીએ જણાવ્યું હતું કે, સાંજના 6-30 વાગે તેઓ બાથરૂમમાં હતાં ત્યારે ઘરના કંપાઉન્ડમાં તેમની દીકરી હિંચકા પર બેઠી હતી.

તેઓ બાથરૂમમાંથી બહાર આવતાં દીકરી કંપાઉન્ડમાં જોવા મળી ન હતી. જેથી તેમણે ઘરની આસપાસ, મિત્ર વર્તુળ તેમજ સગા-વહાલાને ફોન કરીને દીકરી વિશે પૂછપરછ કરતાં તે મળી આવી ન હતી. આ ઉપરાંત દીકરીની સ્કૂલ બેગ અને તેનાં કપડાં પણ મળી આવ્યાં ન હતાં.

અધિકારીએ પોલીસને જણાવ્યું હતું કે, તેમની દીકરી અભ્યાસમાં બરાબર ધ્યાન આપતી ન હોવાથી તેમણે ભણવા બાબતે ઠપકો આપ્યો હતો અને નોકરી પરથી સાંજે ઘરે આવીને રિઝલ્ટ જોવાનું પણ જણાવ્યું હતું. જેથી પિતા ઘરે આવે તે પહેલાં દીકરી ક્યાંક જતી રહી હોવાનું પરીવારનું માનવું છે. પોલીસે સગીરા ગુમ થવા અંગે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...