તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મેયર હોમ ક્વોરન્ટાઇન:કોરોના સંક્રમિત મેયરને બ્રહ્મજ્ઞાન 8મી સુધી ફરી હોમ ક્વોરન્ટાઇન

વડોદરા5 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • હોમ ક્વોરન્ટાઇનમાંથી ડે.CMની બેઠકમાં અાવતાં વિવાદ થયો હતો
 • પાલિકાના કેમ્પમાં હાજરી આપનાર આગેવાનોની યાદીમાંથી બાકાત

કોરોના સંક્રમણના કારણે હોસ્પિટલમાં દાખલ થયા બાદ ઘરે આવ્યા પછી હોમ ક્વોરન્ટાઇન થયેલા મેયર નાયબ મુખ્યમંત્રી સાથે બેઠક કરવા માટે ઘરની બહાર નીકળતાં વિવાદ સર્જ્યો હતો.જોકે, આખરે કેયૂર રોકડિયાને સદબુદ્ધિ આવતા હવે તા.8મી સુધી ઘરે રહેશે.

બીજી તરફ પાલિકા દ્વારા આયોજિત કેમ્પમાં હાજરી આપનારા ભાજપના આગેવાનોની યાદીમાંથી મેયરનું નામ બાકાત કરાયું હતું.અત્રે ઉલ્લેખનીય છે કે, શહીદ દિન સહિતના કાર્યક્રમોમાં હાજરી આપનાર મેયર કેયૂર રોકડિયાને તેના બે દિવસ બાદ કોરોનાનાં લક્ષણ હોવાની ખબર પડી હતી અને રિપોર્ટ કરાવતાં પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. જેના કારણે કેયુર રોકડિયા શહેરની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ થયા હતા અને પાંચ દિવસ સુધી ત્યાં સારવાર લીધી હતી.

આ સારવાર બાદ મેયર ફરી ઘરે આવ્યા હતા. ત્યારબાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તા.3ના રોજ વડોદરા આવતાં તેમની સાથેની બેઠકમાં ભાગ લેવા તેઓ સર્કિટ હાઉસમાં આવ્યા હતા. આ બેઠકમાં ભાગ લેવાના 24 કલાક પૂર્વે તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.

સામાન્ય રીતે, કોરોનાનો ટેસ્ટ પોઝિટિવ આવ્યા બાદ 14 દિવસ સુધી દર્દીએ હોમ ક્વોરન્ટાઇન થવું પડતું હોય છે ત્યારે મેયર કેયુર રોકડિયા 10મા દિવસે જ નેગેટિવ રિપોર્ટના આધારે ઘરની બહાર નીકળતાં ભારે રાજકીય વિવાદ સર્જાયો હતો.

જેના પગલે પાલિકા દ્વારા આયોજિત કેમ્પમાં હાજરી આપનારા ભાજપના આગેવાનોની યાદીમાંથી મેયરનું નામ બાકાત થયું હતું અને તેમાં મેયરે હાજરી નહીં આપવાનો નિણર્ય લીધો હતો. આ મામલે મેયર કેયૂર રોકડીયાએ જણાવ્યું હતું કે, તા.8મીએ 14 દિવસ પૂરા થતાં હોવાથી તેઓ હવે તા.8 સુધી ઘરે જ રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો