તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:ગૃહમંત્રીની ખોટી ટ્વિટથી FB પર પોસ્ટ કરનારની ધરપકડ, એડિટિંગવાળી પોસ્ટ ફેસબુક પર મૂકી

વડોદરા10 મહિનો પહેલા
 • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
 • બનાવટી અને એડિટિંગવાળી પોસ્ટ ફેસબુક પર મૂકી
 • શહેર કોંગ્રેસના નેતા જિતેન્દ્ર સોલંકીએ પોસ્ટ કરી હતી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ખોટી ટ્વિટનો ઉપયોગ કરી ફેસબુક ઉપર પોસ્ટ કરનાર શહેર કોંગ્રેસના યુવા નેતા જિતેન્દ્ર સોલંકીની રવિવારે ધરપકડ કરી હતી. શહેરના વાડી ચોખંડીમાં રહેતા હિતેશ ચંદ્રકાંત પટણીએ ક્રાઈમ બ્રાન્ચને ફરિયાદ કરી હતી કે, જિતેન્દ્ર સોલંકી નામના શખ્સે તેના ફેસબુક એકાઉન્ટ પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ખોટી ટ્વિટનો ઉપયોગ કરી પોતાના ફેસબુક એકાઉન્ટ પર પોસ્ટ કરી છે. જેમાં તેણે જણાવ્યું છે કે, મેરે દેશ કી જનતા મેરે દ્વારા ઉઠાયા ગયા હર એક કદમ  દેશ હિત મેં હી રહા હૈ, મેરા કિસી જાતિ યા ધર્મ વિશેષ કે વ્યક્તિ સે કોઈ દુશ્મની નહીં હૈ.

કુછ દિનોં સે બિગડે સ્વાસ્થ્ય કે ચલતે દેશ કી જનતા કી સેવા નહીં કર પા રહા હું.  યહ બતાતે દુખ હો રહા હૈ મુજે ગલે કે પીછલે હિસ્સે મેં બોર્ન કેન્સર હુઆ હૈ. મેં આશા કરતા હું રમજાન કે ઈસ મુબારક મહિને મેં મુસ્લિમ સમાજ કે લોગ ભી મેરે સ્વસ્થ્ય કે લિયે દુઆ કરેંગે ઔર જલ્દી હી સ્વસ્થ હો કર આપ કી સેવા કરુંગા, જેવી પોસ્ટ કરેલ છે. હકીકતે અમિત શાહે તેમના ટ્વિટર એકાઉન્ટ પર આવી કોઈ પોસ્ટ કરી નથી અને આ જિતેન્દ્ર સોલંકી જાણતો હોવા છતાં તેને આ પ્રકારની બનાવટી અને એડિટિંગવાળી પોસ્ટ ફેસબુક પર શેર કરેલ છે. ક્રાઇમ બ્રાંચે આ મામલે રવિવારે જિતેન્દ્ર સોલંકી ઉર્ફે પપ્પુની ધરપકડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો