તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સૂચના:આજે સાંજે 2 કલાકમાં હોળી પૂજન કરવું પડશે, સાંજે 7થી 8-30 સુધી મુહૂર્ત અને રાત્રે 9થી કર્ફ્યૂ

વડોદરા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • ગાઇડ લાઇનનું પાલન કરવા પોલીસની સૂચના

ફાગણ સુદ પૂનમ 28 માર્ચના રોજ અમૃત સિદ્ધિ યોગમાં હોળીનો તહેવાર ઊજવાશે. રવિવારના રોજ સાંજે 7 થી 8:30 વાગ્યા સુધીમાં શુભ તથા અમૃત ચોઘડિયામાં હોળી પ્રગટાવાની રહેશે. બીજી તરફ વડોદરામાં રાતે 9 વાગ્યાથી રાત્રી કર્ફ્યૂ શરૂ થતું હોવાથી શહેરીજનોએ તે પહેલાં જ હોળીનું પૂજન કરી લેવા પોલીસ કમિશનર ડો.શમશેર સિંઘે જણાવ્યું હતું. આ સાથે જ હોળી પ્રગટાવ્યા બાદ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરીને જ ધાર્મિક વિધિ કરવા પણ તેમણે જણાવ્યું હતું. બીજી તરફ પોલીસે શહેરના વિવિધ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરી લોકોને કોરોનાની ગાઈડ લાઈન અનુસરીને તહેવાર ઊજવવા સૂચના આપી હતી.

શાસ્ત્રી નયન જોશીના મતે રવિવારે સાંજે 5:36 થી 6:42 સુધી અમૃત સિદ્ધિ યોગ છે અને રવિવારે રાતે 12:18 કલાકે હોળાષ્ટક પણ પૂરા થઈ જશે. ત્યારબાદ શુભકાર્યોની શરૂઆત થઈ શકશે. હોળી પ્રગટાવ્યા બાદ આગની જ્વાળા કઈ દિશામાં જાય છે તેના પર વરસાદની આગાહી પણ થતી હોય છે. જેમાં ઈશાન ખૂણો-સાધારણ વરસાદ, અગ્નિ ખૂણો-દુષ્કાળ, વાયવ્ય ખૂણો- સારો વરસાદ, નૈઋુત્ય - સાધારણ વરસાદ, પશ્ચિમ દિશા-સારો વરસાદ અને પૂર્વ દિશા અને ઉત્તર દિશા પણ સારો વરસાદ લાવે છે.

હોળી-ધુળેટીના તહેવાર પૂર્વે બજારોમાં ધાણી, ચણા, પતાસા, ઘઉંની સેવ, આહરા સહિત વિવિધ વસ્તુઓ ખરીદવા માટે કીડિયારું ઊભરાતું હોય છે. જોકે આ વખતે કોરોનાની મહામારીને પગલે બજારોમાં ઘરાકી ઓછી જોવા મળી રહી છે. ધાણી-ચણાના વેપારી રામપ્રસાદ કનોજિયાએ જણાવ્યું હતું કે, કોરોનાની મહામારીના કારણે ગ્રાહકો બજારમાં આવતાં ગભરાઇ રહ્યા છે. જેના કારણે ધંધા ઉપર માઠી અસર પડી છે.

વાઘોડિયા રોડની યોગી સોસાયટી દ્વારા હોળી દહનનો કાર્યક્રમ મોકૂફ રખાયો
કોરોના સંક્રમણ વધતાં વાઘોડિયા રોડ પર મહેશ કોમ્પ્લેક્સ સામે આવેલી યોગી સોસાયટીના રહીશોએ ચાલુ વર્ષે હોળીની ઉજવણી નહીં કરવા નિર્ણય કર્યો છે. યોગી સોસાયટીમાં પ્રગટાવવામાં આવતી હોળીમાં આસપાસની સોસાયટીના 300 થી 400 લોકો ભાગ લેતા હોય છે. કોરોનાના સમયમાં ભીડ એકઠી કરવાની તંત્ર દ્વારા મનાઈ ફરમાવવામાં આવી છે ત્યારે સોસાયટીના અગ્રણીઓએ શનિવારે મિટિંગ કરીને આયોજન બંધ રાખવાનો નિર્ણય લીધો હતો. આ નિર્ણય અંગે સોસાયટીના રહીશોએ સોશિયલ મીડિયામાં પણ જાહેરાત કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો