તપાસ:સયાજીપુરા સર્કિટ હાઉસ પાસે હિટ એન્ડ રન : ટેમ્પોની અડફેટે વૃદ્ધનું મોત

વડોદરા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કપૂરાઇ ગામમાં રહેતા વૃદ્ધ માર્કેટમાં કામ માટે ગયા હતા

સયાજીપુરા સર્કિટ હાઉસ પાસે પસાર થતા શ્રમજીવીને અજાણ્યા ટેમ્પો ચાલાકે અડફેટે લઈ ફરાર થઈ જતા તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું બનાવ અંગે બાપોદ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી અજાણ્યા ટેમ્પો ચાલકની શોધખોળ હાથ ધરી છે.

એપીએમસી માર્કેટ નજીક બનેલી હીટ એન્ડ રનની ઘટનાની વિગત એવી છે કે કપૂરાઈ ગામ બજાણીયા વાસમાં રહેતા 59 વર્ષીય રૂપાભાઈ બજાણીયા પોતાના પરિવાર સાથે રહેતા હતા તેઓ મંગળવારે સવારે આઠ વાગ્યાના અરસામાં એપીએમસી માર્કેટ ખાતે મજૂરી અર્થે જતા હતા.

દરમિયાન રોડ ક્રોસ કરતી વખતે અચાનક અજાણ્યા ટેમ્પો ચાલાકે તેમને અડફેટેલેતા તેઓ ગંભીર રીતે ઘવાયા હતા. સારવાર માટે દવાખાને લઈ જવામાં આવે તે પહેલા જ તેમનું ઘટના સ્થળે મોત નીપજ્યુ હતું. ઘટેલા હિટ એન્ડ રનના બનાવ અંગે બાપોદ પોલીસ દ્વારા અકસ્માતનો ગુનો નોધી ટેમ્પો ચાલકની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...