તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અહેમદ પટેલના ગામ પીરામણથી ગ્રાઉન્ડ રિપોર્ટ:અંતિમ ઇચ્છા પ્રમાણે તેમની દફનવિધિ માતા-પિતાની કબરની બાજુમાં થશે, પિરામણ ગામમાં માતમ, આવતીકાલે સવારે 10 વાગ્યે દફનવિધિ, ગામ સ્વંયભૂ બંધ

વડોદરા2 મહિનો પહેલા
પીરામણ ગામમાં દફનવિધિની શક્યતાને પગલે કબરની તૈયારીઓ શરૂ કરાઈ છે. - Divya Bhaskar
પીરામણ ગામમાં દફનવિધિની શક્યતાને પગલે કબરની તૈયારીઓ શરૂ કરાઈ છે.
  • અહેમદ પટેલના પરિવાર અને પીરામણ ગામના સ્થાનિક લોકોની લાગણી છે કે દફનવિધિ પીરામણ ગામમાં થાય
  • પીરામણ ગામમાં અહેમદ પટેલની દફનવિધિ માટે કબરની તૈયારીઓ શરૂ દેવામાં આવી છે
  • પીરામણના મૌલવી મૌલાના રહેમાન કહે છે, નાના હોય કે મોટા હોય, સૌકોઈ તેમને અહેમદભાઈ કહીને જ બોલાવતા

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના પિરામણ ગામના વતની કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ અહેમદ પટેલનું નિધન થયું છે. તેમની ઇચ્છા પ્રમાણે તેમની દફન વિધિ પીરામણ ગામમાં માતા-પિતાની કબરની બાજુમાં કરવામાં આવે તેવી શક્યતા છે. જ્યાં પિરામણ ગામમાં કબરની તૈયારીઓ શરૂ દેવામાં આવી છે. અહેહમદ પટેલના પાર્થિવ દેહને વિશેષ ચાર્ટડ પ્લેન મારફતે આજે સાંજે 6 કલાકે દિલ્હીથી 8 કલાકે વડોદરા લવાશે, ત્યાર બાદ તેઓના દેહને અંકલેશ્વર સરદાર પટેલ હોસ્પિટલ ખાતે કોલ્ડ સ્ટોરેજમાં રખાશે અને આવતીકાલે સવારે 10 વાગ્યે વતન પિરામણ ગામના કબ્રસ્તાનમાં દફનવિધિ કરાશે. પિરામણ ગામમાં અહેમદ પટેલના ઘરમાં લોકોનો જમાવડો ધીરે ધીરે વધી રહ્યો છે.

અહેમદ પટેલના નિધનને પગલે પિરામણ ગામ સ્વંયભૂ બંધ
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલના નિધનના સમાચાર મળતા જ પિરામણ ગામની બજારની દુકાન ટપોટપ બંધ થઇ ગઇ હતી અને વેપારીઓએ સ્વંયભૂ બંધ પાળ્યો હતો. હાલ મોટી સંખ્યામાં ગામના લોકો અહેમદ પટેલના ઘરની બહાર એકત્ર થઇ રહ્યા છે અને અહેમદ પટેલના અંતિમ દર્શન માટે રાહ જોઇ રહ્યા છે.

મોટી સંખ્યામાં ગામના લોકો અહેમદ પટેલના ઘરની બહાર એકત્ર થયા
મોટી સંખ્યામાં ગામના લોકો અહેમદ પટેલના ઘરની બહાર એકત્ર થયા

નાના હોય કેે મોટા હોય સૌકોઈ તેમને અહેમદભાઇ કહીને જ બોલાવતા

પીરામણ ગામના મૌલવી મૌલાના રહેમાને જણાવ્યું હતું કે દિલ્હીથી આજે સવારે 4 વાગ્યે મોટા ભાઇનો ફોન આવ્યો હતો અને અહેમદ પટેલના નિધનના શોકિંગ સમાચાર આપ્યા હતા. તેઓ ભરૂચ જિલ્લાના લોકલાડીલા નેતા હતા. તેઓ આજે રહ્યા નથી એનો વિશ્વાસ થતો નથી. તેઓ સમાજને લઇને સાથે ચાલતા હતા. નાના હોય કે મોટા હોય અને કોઇપણ પાર્ટીના હોય તેમને અહેમદભાઇ કહીને જ બોલાવતા હતા. આખો અંકલેશ્વર તાલુકો શોકમાં ગરકાવ થઇ ગયો છે.

પીરામણ ગામના કબ્રસ્તાનમાં દફનવિધિ માટે સાફસફાઈની કામગીરી શરૂ.
પીરામણ ગામના કબ્રસ્તાનમાં દફનવિધિ માટે સાફસફાઈની કામગીરી શરૂ.

ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં અહેમદ પટેલે અંતિમ શ્વાસ લીધા
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલ કોવિડ-19ના ઈન્ફેક્શનથી પીડિત હતા. ઓક્ટોબરમાં તેમને કોરોનાનો ચેપ લાગ્યો હતો અને સતત સારવાર હેઠળ હતા. બુધવારે વહેલી સવારે 3.30 વાગ્યે મલ્ટીપલ ઓર્ગન ફેઈલ્યોરને કારણે તેમનું નિધન થયું હતું. તેમને રવિવારે ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા છે.

અહેમદ પટેલના નિધનને લઈને પીરામણ ગામમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.
અહેમદ પટેલના નિધનને લઈને પીરામણ ગામમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.

પીરામણ ગામમાં શોકનું મોજું ફરી વળ્યું
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ અહેમદ પટેલ મૂળ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના પીરામણ ગામના વતની હતા, જેને પગલે પીરામણ ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. અહેમદ પટેલને તેમના ગામના અગ્રણીઓ, નિકટના મિત્રો અને કુટુંબીજનો બાબુભાઇના હુલામણા નામથી બોલાવતા હતા.

પીરામણ ગામમાં દફનવિધિની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.
પીરામણ ગામમાં દફનવિધિની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.

પીરામણ ગામ સાથેનો નાતો અતૂટ રહ્યો હતો
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલ પીરામણથી છેક દિલ્હી સુધી પહોંચ્યા હતા, પરંતુ તેમનો પીરામણ ગામ સાથેનો નાતો અતૂટ રહ્યો હતો. તેઓ અવારનવાર પીરામણ ગામની મુલાકાતે આવતા હતા અને કાર્યકરો અને ગ્રામજનો સાથે મુલાકાત કરતા હતા અને ગામની સમસ્યા તથા મુશ્કેલીઓ અંગે પણ વાત કરીને એનો નિકાલ કરતા હતા.

પીરામણ ગામ સ્થિત અહેમદ પટેલનું ઘર.
પીરામણ ગામ સ્થિત અહેમદ પટેલનું ઘર.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser