નોટિસ:હેમાલી દેસાઇના વૃદ્ધ માતા-પિતાએ જણાવ્યું પૈસા નથી, મકાન વેચી લોનની વસૂલાત કરો

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • રૂા.41 કરોડની લોનના પ્રકરણમાં દેસાઈ ડિસ્ટ્રિબ્યુટર્સના સંચાલકોને નોટિસ
  • મોર્ગેજ પ્રોપર્ટીનો બોજો નોંધ્યા વિના અપાયેલી લોનમાં વિજિલન્સ તપાસ શરૂ

ડિફોલ્ટર દેસાઈ ડિસ્ટ્રીબ્યુટર્સને લોન આપવાની ગેરરીતીમાં ડિફોલ્ટરોને અપાયેલી નોટીસના જવાબમાં હેમાલી દેસાઈના માતા-પિતા દ્વારા તેઓ વયોવૃધ્ધ છે,અને આટલી મોટી રકમ ચુકવી શકે તેમ ન હોવાથી તેમના મકાનોની હરાજી કરી રકમ મેળવી લેવાનો જવાબ આપવામાં આવ્યો હોવાનું બેંકના સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.

દેસાઈ ડિસ્ટ્રીબ્યુટર્સને 41 કરોડની લોન આપવાના કેસમાં મુંબઈની વિજીલન્સ ટીમ તપાસ કરી રહી છે. જોકે આ ઘટનામાં બેંકના ડીજીએમ વૃશાલી કામ્બલીએ કોઈ પણ માહિતી આપવાનો ઇન્કાર કર્યો હતો. દેસાઈ ડિસ્ટ્રીબ્યુટર્સના સંચાલકો વિક્રમ રાય દેસાઈ, હેમાલી દેસાઈ, નારાયણ દેસાઈ, હરીશ દેસાઈ અને સરયુબેન દેસાઈએ વર્ષ 2019માં બીઓબીની સયાજીગંજની બ્રાંચમાંથી રૂા.41.47 કરોડની લોન અપાઈ હતી.લોન ભરપાઈ ન થતાં બેંક દ્વારા વસૂલાતની કાર્યવાહી હાથ ધરી હતી. 2019માં પ્રથમ વખત રૂા.33 કરોડની લોન આપવામાં આવી હતી. દેસાઈ ડિસ્ટ્રીબ્યુટર્સના ભાગીદારોએ આ રૂપીયાનું હિન્દુસ્તાન લીવરના પ્રોડક્સટ્સના ડિસ્ટ્રિબ્યુટર્સમાં રોકાણ કર્યું હતું.

જેના બદલામાં બેંકના અધિકારીઓએ દેસાઈ ડિસ્ટ્રીબ્યુશનના ગોત્રી,સૈયદ વાસણા વિસ્તારમાં આવેલી અલંકાર સોસાયટી, કારેલીબાગની વાઘેશ્વરી સોસાયટીની મિલકતો ગીરવે લેવાનું નક્કી કર્યું હતું. દરમિયાન જુલાઈ 2019માં વકીલ મારફતે જે મોર્ગેજ પ્રક્રિયા કરવામાં આવી હતી તેમાં પાંચ અન્ય પ્રોપર્ટીનો બેંક ઓફ બરોડાનો બોજો નોંધવામાં આવ્યો નહતો.

બેંકના અધિકારીઓ દ્વારા દેસાઈ ડિસ્ટ્રીબ્યુશનની અન્ય પાંચ મિલકત જેમાં શેરખી, ગોત્રી, કારેલીબાગની વાઘેશ્વર સોસાયટીની મિલકત અને સુભાનપુરાની બે મિલકતોનો સમાવેશ થાય છે. આ પાંચેય મિલકતોની માહિતી છુપાવીને બેંક દ્વારા રૂા.33 કરોડની લોન મંજુરી ફાયદો કરાવવામાં આવ્યો હતો. ઉલ્લેખનિય છે કે, આ કેસમાં મુખ્ય વહીવટકર્તા હેમાલી દેસાઈ અને તેમના પતિ નારાયણ દેસાઈ વિદેશ ફરાર થઈ ગયા હોવાનું સુત્રોએ જણાવ્યું છે.

ગોલ્ડ લોન લીધા બાદ મહિલાનું સોનું બેંકે પરત ન આપ્યું
છાણીના રીમાબેન ઠક્કરે બીઓબીની છાણી શાખામાં 69.36 ગ્રામ ગોલ્ડ મુકીને રૂા.1.80 લાખની લોન લીધી હતી. મહિલાએ આ ગોલ્ડ લોન રિન્યુ કરાવી હતી. વર્ષ 2021માં છાણી બીઓબીમાં ગોલ્ડ લોન કૌભાંડ બહાર આવતા બેંકના ત્રણ મેનેજરને સસ્પેન્ડ કરી દિધા હતાં. જોકે કૌભાંડ મામલે બેંકે કોઈ ફરિયાદ કરી નથી. કૌભાંડ બહાર આવતા મહિલાએ જુન 2021ના રોજ પૈસા ભરી ગોલ્ડ લોન ક્લોઝ કરી દિધી હતી. પરંતું બેંકે મહિલાનું ગોલ્ડ આજદીન સુધી પાછુ આપ્યું નથી. જેથી મહિલાએ પોલીસ કમિશનરને બેંકના ડિજીએમ વૃશાલી કામ્બલી, બેંકના જનરલ મેનેજર અને છાણી શાખાના બ્રાંચ મેનેજર સામે છેતરપીંડીનો ગુનો દાખલ કરવા અરજી કરી છે.

અન્ય સમાચારો પણ છે...