રિસર્ચ:રોજિંદા મેનુમાંથી અતિપૌષ્ટિક બાજરી, રાગી, કોદરી, રાજગરો, સામો ગાયબ, 23% ઘરોમાં મહિને એકવાર જુવારનો ઉપયોગ

વડોદરા3 મહિનો પહેલા
 • કૉપી લિંક
દિવ્યા નેગાંધીની તસવીર - Divya Bhaskar
દિવ્યા નેગાંધીની તસવીર
 • MSUની હોમ સાયન્સ ફેકલ્ટીના ફૂડ એન્ડ ન્યુટ્રિશનની વિદ્યાર્થિનીનું રિસર્ચ

MSUની હોમ સાયન્સ ફેકલ્ટીના ફૂડ એન્ડ ન્યૂટ્રિશન વિભાગે કરેલા રિસર્ચમાં પરંપરાગત બરછટ ધાન્ય બાજરી, જુવાર, રાગી, કોદરી, રાજગરા, સામોનો વપરાશ ઘટ્યો હોવાનું બહાર આવ્યું હતું. મેદસ્વીપણું, ડાયાબિટીસ, લોહતત્ત્વની ખામી દૂર કરવા આ ધાન્ય આહારમાં જરૂરી છે.મ.સ.યુનિ.ની હોમ સાયન્સ ફેકલ્ટીના ફૂડ એન્ડ ન્યૂટ્રિશન વિભાગનાં પ્રો.ડો.હેમાંગિની ગાંધીના ગાઇડન્સમાં માસ્ટર્સની વિદ્યાર્થિની દિવ્યા નેગાંધી દ્વારા ગૃહિણીઓ પર રિસર્ચ હાથ ધરાયું હતું.

જેમાં શહેરી વિસ્તારમાં લોકો મિલેટસ એટલે કે બરછટ ધાન્યનો રોજીંદા વપરાશમાં કેટલો ઉપયોગ કરે છે તેના પર સ્ટડી કરાયો હતો. શહેરના 4 ઝોનમાં જુદી જુદી સોસાયટીમાંથી 100 ઘરની ગૃહિણી પર સરવે કરાયો હતો. મધ્ય ગુજરાતમાં વડોદરા સહિતના જિલ્લામાં આ ધાન્ય પ્રચલિત હતાં અને તે ઉપયોગમાં લેવાતાં હતાં. જોકે હાલ આવાં ધાન્યોનો ઉપયોગ ઘટ્યો છે.

સરવેમાં મળેલાં મુખ્ય તારણો

 • 100 ઘરના સરવેમાં કોઇ પણ ઘરોમાં મિલેટસ રોજીંદા આહારમાં નિયમિત રૂપે સામેલ નહતું.
 • 30 ટકા ઘરોમાં અઠવાડિયે એકવાર બાજરીનો ઉપયોગ થતો હતો.
 • મોટાભાગની ગૃહિણીઓને બાજરીની જાણકારી હતી, પણ રાગી, કોદરી, સામા અંગે જાણકારી ઓછી હતી.
 • 23 ટકા ઘરોમાં જુવારનો ઉપયોગ મહિનામાં એકવાર થતો હતો.
 • જે ઘરોમાં ડાયાબિટીસ, મેદસ્વીપણા કે અન્ય કોઇ બીમારીવાળી વ્યક્તિઓ હતી તે ઘરોમાં મિલેટસનું પ્રમાણ વધુ હતું.

બરછટ ધાન્યથી થતા ફાયદા

 • ​​બાજરી લોહતત્ત્વ વધારે છે, જે એનિમિયા દૂર કરવામાં મદદ કરે છે.
 • બરછટ ધાન્ય હોવાથી ફાઇબરનું પ્રમાણ વધારે હોય છે, જે કબજિયાત દૂર કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત સુગર અને કોલસ્ટ્રોલનું પ્રમાણ ઘટાડવામાં મદદ કરે છે.
 • આ બરછટ ધાન્યમાં એન્ટીઓક્સિડન્ટ હોય છે.
 • સૂક્ષ્મ પોષક તત્ત્વો એટલે કે બી કોમ્પ્લેક્સ જૂથનાં વિટામિનો અને ખનીજદ્રવ્યો રહેલાં છે.
 • સૂક્ષ્મ પોષકતત્ત્વો રોગપ્રતિકારક શક્તિ વધારે છે સાથે ચયાપચયની ક્રિયા સુધારે છે.
અન્ય સમાચારો પણ છે...