રજૂઆત:જય રણછોડ સામે નોંધાયેલી ફરિયાદ સામે હાઇકોર્ટનો સ્ટે

વડોદરા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માંજલપુરમાં સંતોનું અપમાન કરી PIએ કાર્યક્રમ બંધ કરાવ્યો હતો
  • કોર્પોરેટરને બદનામ કરવા કાર્યવાહી થઇ હોવાની પિટિશનમાં રજૂઆત

મા-બાપને ભૂલશો નહીં કાર્યક્રમ બંધ કરાવી ભાજપના કોર્પોરેટર સામે ગુનો દાખલ કરવાના બનાવમાં નોંધાયેલી ફરિયાદમાં તપાસ સામે હાઇકોર્ટે સ્ટે આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ભાજપના કોર્પોરેટર કલ્પેશ પટેલ ઉર્ફે જય રણછોડે માંજલપુર વિસ્તારમાં અશ્વિનભાઈ જોશીના મા-બાપને ભૂલશો નહીં કાર્યક્રમનું આયોજન કર્યું હતું. કાર્યક્રમમાં દ્વારકેશલાલજી મહારાજ, દર્શન વલ્લભ સ્વામી તેમજ અટલાદરા સ્વામિનારાયણના સંત સહિતના મહાનુભવો મંચ હાજર હતા ત્યારે માંજલપુરના પીઆઇ વી.કે.દેસાઈ અચાનક જ ધસી આવ્યા હતા. તેમણે કાર્યક્રમની પરવાનગી લીધી નથી તેમ જણાવી કાર્યક્રમ બંધ કરાવ્યો હતો.

આમ, કાર્યક્રમમાં મંચ પર બેઠેલા સંતોનું માન નહિ જળવાતા હિન્દુ સમાજમાં ભારે રોષ ફેલાયો હતો અને આ ઉચ્ચ કક્ષાએ રજૂઆતો થઇ હતી. દરમિયાનમાં પોલીસે બીજા દિવસે કોર્પોરેટર સામે જાહેરનામા ભંગનો ગુનો પણ દાખલ કર્યો હતો અટલે ફરિયાદ રદ કરવા માટે એડવોકેટ નિસર્ગ જૈન મારફતે હાઇકોર્ટમાં દાદ માગવામાં આવતાં હાઇકોર્ટે સ્ટે આપ્યો હતો. પિટીશનમા વિધાનસભાની ચૂંટણીના લીધે કોર્પોરેટરને બદનામ કરવા કાર્યક્રમ બંધ કરાવ્યો હોવાની રજૂઆત થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...