કાર્યવાહી:48 લાખની ઠગાઇમાં હર્ષિલ વધુ 1 દિવસના રિમાન્ડ પર

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 6 દિવસના રિમાન્ડ બાદ પણ પોલીસ હર્ષિલનું મોઢું ખોલાવી ના શકી
  • ​​​​​​​48 લાખ રૂપિયાની ​​​​​​​રિકવરી પણ પોલીસ હજુ કરી શકી નથી

સરકારી નોકરીને બહાને ગાંધીનગરના યુવકોને રૂા.48 લાખમાં ઠગવાના કેસમાં ઠગ હર્ષિલ લીંમ્બાચીયાના માંજલપુર પોલીસે વધુ એક દિવસના રિમાન્ડ લીધા છે. આ પહેલા 6 દિવસના રિમાન્ડ લેતા 1 જૂનના રોજ રિમાન્ડ પુરા થતા હતાં. પોલીસે રિમાન્ડની માંગ કરતા હર્ષિલે બનાવટી સરકારી નોકરીના લેટર ક્યાં બનાવ્યાં હતાં, કોની મદદથી બનાવ્યા અને ક્યાં બનાવ્યાં હતાં તેની તપાસ કરવાનું કોર્ટને કહ્યુ હતું. અત્યાર સુધી પોલીસે હર્ષિલના ઘરે પંચનામું કર્યું હતું. જ્યારે અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે તેની તપાસ કરી હતી. જોકે પોલીસની તપાસમાં હજુ કોઈ ઘટસ્ફોટ થયો નથી.

જ્યારે પોલીસ 48 લાખની છેતરપીંડીમાં મુદ્દામાલ પણ રીકવર કરી શકી નથી. છેતરપીંડીના કેસમાં હર્ષિલને દમણ ખાતેથી ઝડપી લેવાયો હતો. 22 મેના રોજ મેરઠમાં નોંધાયેલા છેતરપીંડીના કેસમાં ધરપકડ કરવા આવેલી યુપી પોલીસને ચકમો આપી હર્ષિલ માંજલપુર પોલીસ મથકમાંથી ફરાર થઈ દમણ ભાગી ગયો હતો. હર્ષિલ લીંમ્બાચીયાએ વર્ષ 2020માં સરકારી નોકરી મેળવવાની ઈચ્છા ધરાવતા હરીચંદ્રસિંહ સોલંકી સહિત 10 યુવકો પાસેથી રૂા.48 લાખ પડાવી લીધા હતાં.

અન્ય સમાચારો પણ છે...