જન્મદિવસની ઉજવણી:શહેરમાં 18 થી 24 નવેમ્બર સુધી હેરિટેજ વોક યોજાશે, વડોદરાના 510મા જન્મદિવસની ઉજવણી

વડોદરા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 24મીએ સુરસાગર ખાતે ફૂડ વોક પણ યોજાશે

વડોદરા ના 510 માં જન્મદિવસની ઉજવણી 18 થી 24 નવેમ્બર હેરીટેજ વોક કરીને યોજવામાં આવશે. હેરીટેજ વોકની ઉજવણી શહેરમાં કરવામાં આવનાર છે. જેનું આયોજન ચંદ્રશેખર પાટીલે કર્યું છે. 18 મી તારીખો માંડવીથી વોકની શરૂઆત થશે જેમાં ચાર દરવાજા વિસ્તારના મંદરિ સહિતની ઇમારતો આવરી લેવાશે. 20 મી તારીખે યવતેશ્વર કમ્પાઉન્ડ ખાતેથી સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. 20 મી તારીખે હેરીટેજ ટ્રી ઓફ બરોડાની વોક મકરપુરા ખાતેથી શરૂ કરવામાં આવનાર છે. 22 નવેમ્બરના રોજ નવનાથ ટેમ્પલ ટુરનું આયોજન કરવામાં આવ્યું છે.

21 મી નવેમ્બરના રોજ કામનાથ મહાદેવ ખાતે ક્રોકોડાઇલ વોક કરવામાં આવશે. તે જ દિવસે બરોડ મ્યુઝ્યમ વોક કરાવવામાં આવશે. 23 નવેમ્બરના રોજ કોઠી કચેરીની વોક યોજાશે. 24 નવેમ્બરના રોજ જ સુરસાગર હેરીટેજ વોક અને ફૂડ વોકનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત વિવિધ હોમ મ્યુઝિયમની વોક પણ કરાવાશે. એકઝીબીશન પણ બતાવવામાં આવશે. અન્ય કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...